ગરવીતાકાત,કાંકરેજ: કાંકરેજ તાલુકામાં ગઈ કાલ બપોરે બાદ આકાશમા વાતાવરણ પલટાતાં અચાનક વાવાઝોડા સાથે વરસાદ આવતા ઉંબરી ગામે ઝાડ પડતા ત્રણ ભેંસો ના મોત થયા હતા.ઉંબરી તલાટી બનેસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે બપોરે પછી અચાનક આવેલા વાવાઝોડામા ત્રણ ભેસોના મોત થયા હતા.તેમાં અંદાજિત દોઢ લાખ રૂપિયા નું નુકસાન થવા પામ્યું હતું. જ્યારે વનુભા લક્ષમણસિંહ વાઘેલા ની ૨ ભેંસોની અંદાજે એક લાખ રૂપિયાનુ નુકશાન થવા પામ્યું હતું.વાવાઝોડાનાં કારણે પીમ્પળાનું અને લીમડા નું ઝાડ પડતા ભેંસો મૃત્યુ પામી હતી,અને બીજી ૧ ભેંસ દુદુભા રેખજી વાઘેલા રહે,ઉંબરી ની ભેંસ ની અંદાજીત પચાસ હજાર ની કિંમતની ભેંસ મૃત્યુ પામી હતી એમ ઉંબરી ગામે ત્રણ ભેસો મોત ને ભેટી હતી ત્યારે આ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું.ઉંબરી ગામના પ્રભાતસિંહ વાઘેલા ના ઘરનાં પતરા ઉડયા હતાં.જમણાપદર ગામે ઝાડ પડવાથી એક વ્યક્તિ ને સામાન્ય ઈજાઓ થઈ હતી અને ક્યાંક ક્યાંક પતરા પણ ઉડયા હતા.

તસ્વીર અહેવાલ અરુણ વાઘેલા કાંકરેજ (બનાસકાંઠા)