ડીસાના વાસણામા પાણી ઢોળવા બાબતે ધમકી

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૧૧)

બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાં આવેલા દસનાવાસ (વાસણા) ગામે પાણી ઢોળવા બાબતમાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવા પામી છે. ડીસા રૂરલ પોલીસ મથકે સવિતાબેન માળી દ્વારા તેમના ગામના પરખાજી માળી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે રસ્તામા પાણી ઢોળવા બાબતે કહેવા જતા મહિલાને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી તેની પાસેથી રૂપિયા ૨૭૦૦ ની લૂંટ કરી હોવાની ફરિયાદ ડીસા રૂરલ પોલીસ મથકે નોંધાવા પામી છે.

અહેવાલ જયંતી મેતીય પાલનપુર 

ગમ્યું તો આગળ શેર કરો.