રાજ્યમાં હવે માસ્ક નહીં પહેરનારાઓએ વધુ દંડ ભરવો પડશે. માસ્ક નહીં પહેરનાર સામે હવે 200 રૂપિયાની જગ્યાએ 500 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. આ ઉપરાંત પાન મસાલાની પિચકારીઓ મારનારા લોકોને રોકવા માટે પાન મસાલાવાળા પાસેથી 10 હજાર રૂપિયા દંડ વસૂલ કરવાનો નિર્ણય પણ લેવાયો છે. 

રાજ્યમાં સતત વધતા કોરોનાના પ્રસારને અટકાવવા માટે તથા થઈ રહેલી કામગીરીઓની સમીક્ષા માટે આજે એક બેઠક યોજાઈ હતી. જેમાં માસ્ક નહી પહેરનાર વ્યક્તિઓ પાસેથી રૂપિયા 200 નહી પરંતુ રૂપિયા 500 દંડ વસુલ કરવાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

કોરોનાકાળમાં લોકો ઘરની બહાર નીકળે ત્યારે ફરજિયાત પણે માસ્ક પહેરે અને જાહેરમાં ન થૂંકે તે બાબતો અત્યંત મહત્વની છે. આ અંગે લોકોને જાગૃત કરવા માટે વ્યાપક પ્રચાર પ્રસાર પણ સરકાર દ્વારા થયો છે. જેમાં માસ્ક ન પહેરવા બદલ 200 રૂપિયાનો દંડ પણ વસૂલવાનો નિયમ લાગુ હતો પરંતુ હવે કોઇ વ્યકક્તિ માસ્ક વગર નજરે પડશે તો તે વ્યક્તિએ રૂપિયા 500 દંડ ભરવાનો રહેશે. 

રાજમાં કોરોનાના કેસ સતત નિયંત્રણમાં રાખવા માટે લોકો દ્વારા ફરજિયાત પણે માસ્ક પહેરવામાં આવે અને જ્યાં ત્યાં ન થૂંકવામાં આવે તે અત્યંત જરૂરી છે. જો કે એવું જોવા મળે છે કે આમ છતાં અનેક લોકો જાહેરમાં માસ્ક પહેરતા નથી અને નિયમોનું પાલન કરતા નથી. આથી હવે માસ્ક ન પહેરનારાઓ પાસેથી 200 રૂપિયાની જગ્યાએ 500 રૂપિયા દંડ વસૂલવાનું નક્કી કરાયું છે. વધુમાં જો પાન ગલ્લા પાસે ગ્રાહકો દ્વારા થૂંકવાની પ્રવૃત્તિ જણાશે તો જે તે પાન ગલ્લા વાળાઓ પાસેથી 10,000 રૂપિયા દંડ વસૂલવામાં આવશે.

Contribute Your Support by Sharing this News: