ગરવીતાકાત,મહેસાણા: મહેસાણા તાલુકાના પીલુદરા ગમે ઘર માલિક ખેતી કામ અર્થે ખેતર ગયા ને તકનો લાભ ઉઠાવી કોઈ અજાણ્યા શખ્સોએ ધોળે દિવસે લાખોની ચોરી કરી. પીલુદરા ગામની રહીશ પવનદાસ જ્ઞાનદાસની પોલીસ ફરિયાદ માં જણાવ્યા મુજબ તેઓ ગઈકાલે સવારે ખેતરે કામ અર્થે ગયા હતા ને ફરિયાદી ના મંદિર માં ચોરી થઇ હતી. મંદિરની તિજોરીમાં હાથ ફેરો કરીને રૂ:-૩.૭૫,૦૦૦/-ની રોકડ ની મત્તા ની ચોરી કરી તસ્કરો રફુચક્કર થાઓ ગયા હતા. સાંજે ઘરે આવતા ઘરની  પડખેના મંદિર માં તપાસ કરતા ધોળે દિવસે ચોરી થઇ હતી.આ અંગે મહંત પવનદાસે શકમંદો સામે ફરીયાદ નોંધાવી હતી.મહેસાણાના ખુમાપુરના ઠાકોર દેવુજી પરબતજી, ઠાકોર વિષ્ણુજી જેણાજી તથા ઠાકોર વર્ષાબેન વિષ્ણુજી,ઠાકોર મહેતાબેન જેણાજી તેમજ ઠાકોર અજીતજી માનસંગજી, ઠાકોર મીરાબેન અજીતજી રહે તમામ જુના ડીસા નેસડા જી:બનાસકાંઠા વાળા વિરુદ્ધ પવનદાસ મહંતે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.