ગરવીતાકાત,ભિલોડા: શામળાજી નજીક સુનોખ પાસે બે કારોનો અકસ્માત સર્જાયો હતો. જેમાં ભારતીય કાલજી સંપ્રદાયના રાષ્ટ્રીય અધ્યક્ષનું મોત નિપજ્યું હતું. જ્યારે રતનપુર પોલીસ ચોકી પાસે ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલને જીપ ડાલુએ ઉલાળતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

સુનોખ પાસેના અકસ્માતમાં એકનું મોત: શામળાજીના સુનોખ પાસે અખિલ ભારતીય કાલજી સંપ્રદાયના રાષ્ટ્રીય અધ્યક્ષનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. બે કારોની ટક્કર થતાં મહારાષ્ટ્રના વરદાના ગાદીપતિ ભીમસિંહ ચૌહાણને ગંભીર ઈજાઓ પહોંચતા શામળાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. તેઓ અખિલ ભારતીય કાલજી સંપ્રદાયના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા.

દૂધના પિકઅપ ડાલાએ કોસ્ટેબલને અડફેટે લેતા મોત: શામળાજી નજીક રતનપુર પોલીસ ચોકી પાસે દૂધના પીકઅપ ડાલાએ ફરજ પરના કોન્સ્ટેબલને અડફેટે લીધો હતો. જેમાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તેના મૃતદેહને શામળાજી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. શામળાજી પોલીસે અકસ્માતના મામલે તપાસ હાથ ધરી છે. જ્યારે કોન્સ્ટેબલના મોતથી પોલીસ બેડામાં શોક વ્યાપી ગયો હતો.