ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૦૫)

પ્રેસ કોન્ફરન્સ યોજી ડીવાએસપીએ ચોરીના ભેદ અંગેની માહિતી આપી 

ગત તારીખ ૧/૧૨/૨૦૧૯ નારોજ બુકોલી ગામે આવેલ એક બંધ મકાનમાં ચોરી થઈ હતી. ત્યારે પોલીસ મહા નિરીક્ષક સરહદી રેન્જ સુભાષ ત્રિવદી તેમજ બનાસકાંઠા જિલ્લાના પોલિસવડા તરુણ દુગ્ગલ અને દિયોદર dysp પી. એચ. ચોધરી ની સૂચના મુજબ શિહોરી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે શિહોરી પીએસઆઇ એમ બી દેવડા અને પોલીસ સ્ટાફ સાથે કાંકરેજ તાલુકાના અરનીવાડા ગામે થી એક મોટર સાયકલ સવાર થઈ ત્રણ ઇસમો ચોરીનો મુદ્દામાલ વેચવા માટે જઈ રહ્યા હોવાની બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી ત્યારે કાંકરેજ તાલુકાના મૂળ બુકોલી ગામના ભરતજી પચાનજી (૨) પરેશજી રાજુજી તેમજ એક બીજો અન્ય (૩)વિહત સિંહ શંકરજી રહે. ધાનોદર તાલુકો ચાણસ્મા પાસેથી ચોરી નો મુદ્દામાલ સોનાના દાગીના ૬ તોલા .૨ કી ૫૦૦ ગ્રામ ચાંદી અને રોકડા રૂપિયા.૪૯.૮૭૦ મળી ઘર ફોડમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી શિહોરી પોલીસ સ્ટેશનમાં ૧૮૩/૨૦૧૯ આઇપીસી કલમ ૪૫૪.૪૫૭.૩૮૦ મુજમનો ગુનો શોધી કાઢી ચોરીમાં સંડોવાયેલા ત્રણ ઇસમો ની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલાયા હતા જેમાં વિહત સિંહ શંકરજી ઠાકોર મુળ રહે. ધનોધર ચાણસ્મા વાળો અગાઉ એક ૩૬૩.૩૬૬ના ગુનામાં ભાગેડુ હોઇ વધુ તપાસ હાથ ધરી છે ત્યારે ફકત ટુંક સમયમાં જ કાંકરેજ તાલુકાના બુકોલી ગામે ઠકકર વસંતલાલ રસિકલાલ ના બંધ મકાનમાં ચોરી કરી હતી જેમાં શિહોરી પોલીસ દ્વારા ચોરી નો મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓ ને ઝડપી પાડી ચોરોની ઊંઘ હરામ કરી દીધી છે ત્યારે આવા ચોર ટોળકી માટે શબક શીખવા મળશે. શિહોરી પોલીસ ની સફળ કામગીરી બદલ લોકોએ આભાર વ્યકત કરી સુંદર રીતે બિરદાવ્યા હતા ત્યારે ખરેખર તો સ્થાનિક લોકો એ પણ પોલીસ ની મદદ કરી યોગ્ય રીતે ઉપયોગી સાબિત તે જરૂરી છે.શિહોરી પોલીસ સ્ટેશનમાં દિયોદર dysp એ પ્રેસ કોન્ફરન્સ કરીને ચોરીનો ભેદ ઉકેલાયો હતો એની માહિતી આપી હતી.

તસ્વીર અહેવાલ જયંતિ મેતિયા બનાસકાંઠા
Contribute Your Support by Sharing this News: