પાણીના પ્રવાહમાંથી પ્રાણીને બહાર કાઢતા માણાવદરના તાલુકા પ્રમુખ પુષ્પાબેન ગોર
ગરવી તાકાત, જુનાગઢ
સેવા એ શીખવાડાતી નથી સેવાનો ભાવ અંતરમાંથી જાગે છે.અને  કોઇ દુખિયાની મદદ કરવા દોડી જાય છે. સતા નહિ પણ લોકહિતના કાર્યો થી જે સંતુષ્ટ છેએવા માણાવદર નગરપાલિકાના પ્રમુખ અને મહિલા અગ્રણી શ્રી પુષ્પાબેન ગોર ચાર ચાર દાયકાથી સેવા ક્ષેત્રે પોતાનું યોગદાન આપી રહ્યા છે 1990 – 1995 ના ગાળામાં પીવાના પાણી પ્રશ્નને આ મહિલાએ ભારતને ખળભળાવી મૂકતું જન આંદોલન ચલાવ્યું હતુ અને સતાધારી નેતાઓ અધિકારીઓની નીંદર ઉડાડી મૂકી હતી .
માણાવદર સરકારી દવાખાનામાં ડોક્ટરોની ભરતી, મહિલાઓના હક્કો, લોકોની તંદુરસ્તી, કોરોના વાયરસથી બચાવા માસ્કનો ઉપયોગ વગેરે જેવા અનેક કાર્યો માં વ્યસ્ત રહેલા પુષ્પાબેન ગોરનું જીવન નિસ્પૃહી છે. સતા નહી ,સેવા જ એમનું કેન્દ્રબિંદુ છે.

આ પણ વાંચો – માણાવદરના વેકરી ગામે ભાદર ડેમનુ પાણી હજારો વિઘામાં ફરી વળ્યુ

લોકડાઉન સમયે આ મહિલા માર્કેટ ચોકમાં ખડે પગે સતત રહીને લોકોને માસ્ક પહેરવા સમજાવી રહી હતી ત્યારે તેમની પાસે સતા ન હતી માત્ર સેવા જ હતી.
વર્તમાન સમયમાં વરસી રહેલા વરસાદમાં પોતે જાતે જ સફાઈ કામદારોના સફાઇકામને જોઈ વ્યવસ્થિત સફાઇકામ કરાવી રહ્યા છે. આ બધાની વચ્ચે નોંધનીય બાબત એ છે કે વરસાદ ને કારણે દગડ ડેમમાંથી તણાઈ આવેલી એક ગાયને બચાવવા આ મહિલા એ ધોધમાર વરસતા વરસાદની વચ્ચે નદીમાં કૂદી તણાતી ગાયને બહાર કાઢી હતી પણ કમનસીબે ગાય બચી શકી ન હતી. તેમના આ કાર્યને માણાવદરની જનતા તથા બૌધ્ધિક લોકો તથા પત્રકારોએ વખાણ્યું હતું અને આવા ઉમદા કાર્યો બદલ તેમને નવાજવા કલેકટર – મામલતદાર કાંઇ વિચારે તેવા સંદેશા પાઠવ્યા હતા.
રીપોર્ટ – જીજ્ઞેશ પટેલ

 

 

 

Contribute Your Support by Sharing this News: