હવામાન વિભાગે ઠંડીને લઈને કરી મોટી આગાહી, ઓરેન્જ એલર્ટ અપાયું

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,તારીખ:૨૭ 

કાશ્મીર, ઉત્તર ભારત સહિત રાજધાની દિલ્હીમાં હાડ થીજવી નાખતી ઠંડી પડી રહી છે. દિલ્હીમાં તો ૧૯૯૭ બાદ સૌથી વધારે ઠંડી પડી રહી છે. હવે હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર, પંબાજ, હરિયાણા, વેસ્ટ યૂપી, ઇસ્ટ યૂપી, નોર્થ રાજસ્થાનમાં ઠંડીના કારણે ઓરેન્જ એલર્ટ ઇશ્યું કર્યુ છે. ઠંડીની ભારે અસર ગુજરાતમાં પણ જોવા મળશે .હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઠંડીના કારણે મોટા પ્રમાણમાં ઝાકળનું પ્રમાણ પણ વધી શકે છે. વિજિબિલિટી ૫૦ મીટર અથવા તેનાથી ઘટી શકે છે. હવામાન વિભાગના અનુસાર ૨૭ થી ૨૯ ડિસેમ્બર દરમિયાન ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે.દેશભરમાં શિયાળો બરાબરનો જામ્યો છે. ઉત્તર ભારતથી લઈને છેક દક્ષિણ ભારત સુધી કડાકાની ઠંડી પડવાની શરૂ થઈ છે. આ દરમિયાન હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી દિવસોમાં ઠંડીનું  જોર વધી શકે છે. હાલ આ ઠંડી તરફથી રાહત મળવાની કોઇ જ શક્યતા જોવા નથી મળી રહી.હવામાન વિભાગનાં પૂર્વાનુમાન અનુસાર દિલ્હી-એનસીઆર, પંબાજ, હરિયાણા, વેસ્ટ યૂપી, ઇસ્ટ યૂપી, નોર્થ રાજસ્થાનમાં ઠંડીના કારણે ઓરેન્જ એલર્ટ ઇશ્યું કરવામાં આવ્યું છે. આ તમામ સ્થળો પર ખુબ જ ઠંડી પડવાની સંભાવના છે. ઠંડીનો પ્રકોપ ગુજરાતમાં પણ પડી શકે છે. હાલ ગુજરાતમાં શિયાળો બરાબરનો જામ્યો છે ત્યારે હવામાન વિભાગની આ આગાહી રાજ્યમાં આવનારા સમયમાં આકરી ઠંડીના એંધાણ આપે છે. જેથી ગુજરાતભરમાં આગામી દિવસોમાં ભારે ઠંડી જોવા મળી શકે છે.

ગમ્યું તો આગળ શેર કરો.