વેકરી ગામને પુર અસરગ્રસ્ત જાહેર કરવા રજૂઆત કરાઇ 

રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ અલગ અલગ પ્રમાણમાં પડ્યો છે જેથી  વરસાદને લગતી સમષ્યાઓ પણ વિસ્તાર પ્રમાણે અલગ અલગ સામે આવી રહી છે. આવુ જ કંઈક થયુ છે જુનાગઢ જીલ્લાના માણાવદર તાલુકાના વેકરી ગામે અહી માણાવદર તાલુકા પંચાયતના સભ્ય રામસીભાઈ ખોડાભાઈ દ્વારા તેમના વિસ્તારના એક ગામમાં ડેમનુ પાણી ફરી વળ્યાનુ જાણવા મળ્યુ છે. 

આ પણ વાંચો – ઉંઝામાં ઉમીયામાતાના મંદિરે 7.50 કરોડના ખર્ચે બનેલ યાત્રી ભવન અને દ્વારનુ નિતીન પટેલના હસ્તે લોકાર્પણ કરાયુ

માણાવદર પંચાયતના સંભ્ય રામસીભાઈ ખોડાભાઈ એ અરજીમાં જણાવ્યુ છે કે,  બે દિવસ પહેલા ભાદર ડેમના પાણી વેકરી ગામમાં પૂરના પાણી ફરી વળ્યા હતા હજારો વિઘામાં પાક અને જમીન ધોવાણ થયું છે ભાદર નદીના ઘોડા પૂરના કારણે પાક નિષ્ફળ ગયા છે ખેડૂતોના અનેક ખેત ઓજાર તણાય ગયા છે માલધારી મિત્રોના ઢોરના ચારા તણાય ગયા છે જેથી તેમના ગામની હાલત ગંભીર છે આથી તાત્કાલિક અસરથી તેમના ગામને  ગામને પૂર અસરગ્રસ્ત જાહેર કરવાની માગણી કરી રહ્યા છે તેમજ તાત્કાલિક સહાય આપવા માટેનું આવેદનપત્ર આજે માણાવદરના મામલતદાર રામ સાહેબ ને વિશાળ ગ્રામ જનોની ઉપસ્થિતિમાં આવેદન પત્ર આપ્યું હતું.
રીપોર્ટેડ by જીગ્નેસ પટેલ, એડીટ by નીરવ
Contribute Your Support by Sharing this News: