ભર ઉનાળે નર્મદા ડેમમાં પાણીની સપાટી વધી,રાજ્યમાં પાણીની સમસ્યા હળવી થશે

શેર કરવા અહીં ક્લિક કરો.

આ પહેલીવાર છે કે, મે મહિનામાં ડેમની સપાટી આટલી ઊંચી રહી હોય.સરદાર સરોવર ડેમમાં હાલ 1148.01 મિલિયન ક્યુબીક મીટર પાણી હોઈ રાજ્યમાં હાલ પાણીની સમસ્યા હળવી બનશે. નર્મદાની મુખ્ય કેનલમાં 4386 ક્યુસેક પાણી છોડવામાં આવશે જેના કારણે પીવાના પાણીની સમસ્યા હલ થશે. નર્મદા કેનલોમાં પાણીની આવક વધતા રાજકોટને નર્મદાનું પાણી મળવાનું શરૂ થઇ ગયું છે. પાઇપલાઇન મારફતે પાણી ત્રંબા ગામે પહોંચ્યું છે. જેના કારણે આગામી 31 જુલાઇ સુધી પાણીની મુશ્કેલી નહીં નડે. જ્યારે 400 એમસીએફટી પાણી આજીમા અને 100 એમસીએફટી પાણી ન્યારીમાં ઠલવાશે. હાલ આજીડેમની સપાટી 18.60 ફૂટ છે.

શેર કરવા અહીં ક્લિક કરો.