બનાસકાંઠા જિલ્લાના દાંતામાં એક ગાયને હડકવા થયો હોવાનું અને ત્રણ જેટલા લોકો પર હુમલો કરી ઘાયલ કર્યા હોવાનો વીડિયો વાયરલ થતાં લોકોમાં દોડધામ મચી ગઇ હતી.
દાંતા ખાતે એક ગાયને હડકવા થતાં આખા ગામમાં દોડાદોડ કરી મૂકી હતી અને અડફેટમાં આવેલા ત્રણ જેટલા લોકોને ઇજા પહોંચાડી તેમની ઉપર હિચકારો હુમલો કરી દેતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી
ગાયે ત્રણ જેટલા લોકો પર હુમલો કરતાં દોડધામ મચી 
આ બાબતે મોટી જાનહાની ન થાય તે માટે લોકોએ તંત્રને જાણ કરતા તંત્રના અધિકારીઓએ પણ દોડી આવી ગાયને પકડી પાડવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. ત્યારે આ સમગ્ર બનાવ અંગેનો વીડિયો વાયરલ થતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
Contribute Your Support by Sharing this News: