હિંદુ રાષ્ટ્રવાદની વાપસી મોદી લહેરને વિદેશી મીડિયાએ વધાવી ને કહ્યું.

ગમ્યું તો આગળ શેર કરો.

                 વિશ્વની સૌથી મોટી લોકતંત્રના ચૂંટણી પરિણામો પર પૂરી દુનિયાની નજર ટકેલી હતી. ભારતીય મીડિયાની સાથે સાથે વિદેશી મીડિયાએ પણ લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જીતને મોટા પાયે કવર કરી છે. ચલો તો જાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોજીની જીતને વિદેશી મીડિયાએ કેવી રીતે જોઇ રહી છે.વૉશિંગટન પોસ્ટના શીર્ષક, ‘રાષ્ટ્રવાદની અપીલની સાથે ભારતના મોદીએ જીતી ચૂંટણી’ ની સાથે લખ્યું, ‘ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એમની પાર્ટીએ દુનિયાની સૌથી મોટી ચૂંટણીમાં ભારે જીત પ્રાપ્ત કરી. મતદાતાઓએ મોદીની શક્તિશાળી અને ગર્વાન્વિત હિંદુની તસ્વીર પર મહોર લગાવી દીધી. ભારતમાં 8દ ટકા આબાદી હિંદુ છે પરંતુ મુસ્લિમ, ઇસાઇ, સિખ અને બૌદ્ધ અને અન્ય ધર્મના લોકો પણ રહે છે,”ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સામાન્ય ચૂંટણીમાં શાનદાર જીત મેળવતા પાંત વર્ષનો બીજો કાર્યકાળ પ્રાપ્ત કરી લીધો છે. આ બહુમતને પીએ મોદીની હિંદુ રાષ્ટ્રવાદી રાજનીતિનો બહુમત કહેવામાં આવી રહ્યો છે.’ દશકો બાદ ભાજપની અભૂતપૂર્વ જીક, આ છાપાના એક લેખમાં કહેવામાં આવ્યું છે કે વર્ષની શરૂઆતમાં મોદીની સામે ખેડૂતોની સમસ્યા, રોજગાર સંકટ, રાફેલ જેવા મુદ્દાઓનો પહાડ ઊભો હતો પરંતુ પુલવામાં અને બાલાકોટની સ્ટ્રાઇક બાદ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભાજપની કહાની નવી રીતે લખી. ચીનના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે લખ્યું, ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણીમાં મોટી જીત દાખલ કર્યા બાદ દેશને એક રાખવાનો વાયદો કર્યો છે. ન્યૂઝ એજન્સી એપીએ પ્રધાનમંત્રી મોદીની જીત પર લખ્યું, 68 વર્ષીય મોદીએ મોટી સાવધાની સાથે પોતાની તસ્વીર એક એવા સાધુ તરીકે બનાવી જેને રાજકારણમાં ભારતનો વૈશ્વિક દરજ્જો ઊંચો ઊઠાવવા માટે લાવવામાં આવ્યા છે. પાકિસ્તાની છાપ ડોને પણ આ સમાચારને પ્રમુખતાથી જગ્યા આપી છે. ડોને લખ્યું, પ્રધાનમંત્રી મોદીએ ગુરુવારે ચૂંટણીમાં બહુમત મેળવીને બીજો કાર્યકાળ પ્રાપ્ત કર્યો છે. ચૂંટણી દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર આક્રમક થતા મોદીને ‘અજેય જાદૂગર’ તરીકે જોવામાં આવ્યા છે. ધ ગાર્ડિયને ભારતના લોકસભા ચૂંટણીના પરિણામો પર લખ્યું, ‘મોદીની અસાધારણ લોકપ્રિયતાથી ભારતીય રાજનીતિ હવે હિંદૂ રાષ્ટ્રવાદ એક નવા યુગમાં પ્રવેશ કરી લીધો છે.’ન્યૂયોર્ક ટાઇમ્સે શીર્ષક ‘ભારતના ચોકીદાર નરેન્દ્ર મોદીની ચૂંટણીમાં ઐતિહાસિક જીત’ની સાથે લખ્યું, ‘મોદીએ ખુદને ભારતના ચોકીદાર કહ્યા જ્યારે અલપસંખ્યકોએ પોતાની અસુરક્ષિત મહેસૂસ કર્યા.’અલજજીરાએ પોતાના કવરેજમાં લખ્યું, મોદી પહેલા બિન કોંગ્રેસી પ્રધાનમંત્રી છે જે પાંચ વર્ષના કાર્યકાળ બાદ ફરીથી સત્તામાં પરત આવ્યા.

ગમ્યું તો આગળ શેર કરો.