દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે ચાલી રહેલું ટ્રેડ વોર તમારું ટેન્શન વધારશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણેઅમેરિકી રાષ્ટ્રપતિ તરફથી શરૂ થયેલ આ ટ્રેડ વોરને લીધે કંપનીઓનો ખર્ચ વધી રહ્યો છે. આવામાં કંપનીઓ દ્વારા નુકસાનનો સામનો કરવા માટે કિંમતમાં વધારો કરવામાં આવી શકે છે. જણાવી દઇએ કે, હાલમાં જ અમેરિકાએ ચીનના 200 અબજ ડોલરના સામાન પર ડ્યુટી વધારી 25 ટકા કરી દીધી છે. હવે ચીને પણ 60 અબજ ડોલરના સામાન પર ડ્યુટી વધારવાનો નિર્ણય લીધો છે.

મોંઘો થશે તમારો ફેવરિટ ફોન- અમેરિકા-ચીન વચ્ચેના આ તણાવમાં આઇફોન 3 ટકા સુધી મોંઘો થઇ શકે છે. આઇફોનની બેટરી અને બીજા કમ્પોનેન્ટ ચીનમાં બને છે. તેનો મેન્યુફેક્ચરિંગ ખર્ચ 2-3 ટકા વધી ગયો છે. આથી હવે માનવામાં આવી રહ્યું છે કે, આઇફોન બનાવનારી કંપની એપલ કિંમત વધારી શકે છે.ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 325 અબજ ડોલરના ચાઇનીઝ ઇમ્પોર્ટ પર પણ ડ્યુટી વધારવાની ધમકી આપી છે. આવું થશે તો એક આઇફોનની મેન્યુફેક્ચરિંગ કોસ્ટ 120 ડોલર વધી જશે.

બીજા સાથે સમાચાર શેર કરો.