ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૦૯)

મહેસાણા ડેડીકેટેડ ફેઇટ કોરીડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લી અમદાવાદ તથા વેસ્ટર્ન રેલ્વે અમદાવાદ દ્વારા ગોપીનાળા ઉપર ડેડીકેટેડ ફેઇટ કોરીડોર રેલ્વે લાઇન સારૂ રેલ્વે લાઇન બાંધકામની કામગીરના પગલે વિવિધ ડાયવર્ઝનના હુકમો જિલ્લા કલેકટરશ્રી એચ.કે.પટેલ દ્વારા અપાયા છે. આ આદેશનો અમલ ૦૯ ડિસેમ્બરથી રર જાન્યુઆરી ૨૦૨૦ સુધી કરવાનો હતો. પરંતુ વહીવટી કારણોસર ફેરફાર કરી હવે આ જાહેરનામાનો અમલ ૨૫ ડિસેમ્બરથી ૦૭ ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી અમલમાં રહેશે. ગોપીનાળા બ્રિજ નં ૯૬૨ બંધ કરી રાધનપુર ચાર રસ્તાથી આવતો ટ્રાફિક ઉમિયા મેડીકલ ચોક થઇ બ્રિજ નંબર ૯૬ર – એ તરફ મહેસાણા શહેરમાં પ્રવેશ કરવાનો હુકમ કરાયો છે. આ ઉપરાંત મહેસાણા શહેરનો ટ્રાફિક રાધનપુર ચાર રસ્તા – મોઢેરા ચાર રસ્તા જવા માટે ભમ્મરીયા નાળા થઇ અથવા વિસનગર રોડ આંબેડકર બ્રિજ થઇ રામોસણા ચાર રસ્તા જવા પર હુકમ કરાયો છે. તેમ જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.પટેલની અખબારી યાદીમાં જણાવાયું છે. હવે વહીવટી કારણોસર ૨૫ ડિસેમ્બરથી ૦૭ ફેબ્રુઆરી સુધી જાહેરનામું અમલમાં રહેશે.

તસ્વીર અહેવાલ યુવરાજસિંહ ઝાલા મહેસાણા 

Contribute Your Support by Sharing this News: