“વાયુ” વાવાઝોડા ના લીધે પોરબંદર માં દરિયાકાંઠા ના વિસ્તારમાં મહાદેવ નું મંદિર ધરાસાઈ
ગુજરાત ના દરિયાકિનારા થી નજીક વાયુ વાવાઝોડુ મંડળાયી રહ્યું છે.ત્યારે વાયુ વાવાઝોડા ની અસરો સૌરાષ્ટ્ર ના દરિયાકિનારા ના વિસ્તારો માં જોવા મળી રહી છે. વાયુ ચક્રવાતની વચ્ચે પોરબંદરમાં નીલકંઠ મહાદેવનું મંદિર ધરાશાઈ થઈ ગયું છે. ભારે તોફાન અને વરસાદના કારણે મહાદેવનું મંદિર તૂટી ગયું હતું. અગાઉ પણ પોરબંદરમાં વિકરાળ મોઝા ઉછળ્યા હતા જેના કારણે સ્થાનિકોને ખસેડવાની કામગિરી હાથ ધરવામાં આવી હતી ત્યારે હવે વાયુ વાવાઝોડાના તોફાની મોઝામાં મહાદેવનું મંદિર પણ ધરાશાયી થઈ ગયું છે.
 વાયુ વાવાઝોડાના એલર્ટ વચ્ચે દ્વારકાધીશના મંદિરે એક સાથે બે ધજા ચડાવવામાં આવી છે. વાવાઝોડાના એલર્ટને જોતા યાત્રાળુઓને દ્વારકા ન આવવા અપીલ કરાઈ છે. દરિયા કિનારે ફરકવા માટે પણ મનાઈ છે. ત્યારે યાત્રાળુઓની આસ્થા ન તૂટે તે માટે એક સાથે બે ધજા ચડાવવામાં આવી છે. દ્વારાકાધીશને 56 ગજની ધજા ચડતી હોય છે.ત્યારે વાવાઝોડાના એલર્ટ વચ્ચે મંદિરના ટોચના બદલે થોડીક નીચે લાડવા ડેરા પર ધજા ચડાવવામાં આવી છે. દ્વારકાધીશના મંદિરે દરરોજ પાંચ ધજા ચડાવવામાં આવે છે.પરંતુ એકસાથે બે ધજા ચડાવવાનો આ પ્રથમ પ્રસંગ છે.