ગરવી તાકાત

વર્ષ 2020 ના મોટાભાગના તહેવારો કોરોના વાઈરસના કારણે લોકોને ઉજવવા મળ્યા નથી તેની વચ્ચે હવે દિવાળી જેવા તહેવારો નજીક આવી રહ્યા છે તેને લગતા ફટાકડા વહેચવાની પરવાનગી આપવા બાબતે પાલનપુર બી ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી દિયોદર ધ્વારા જાણવા મળ્યુ છે કે, દર વર્ષની જેમ ચાલુ વર્ષે દિવાળીના તહેવાર નિમિત્તે દિયોદર સબ ડીવીઝનલ વિસ્તારમાં હંગામી ફટાકડા પરવાનો મેળવવા ઇચ્છતા અરજદારોએ કચેરી કામકાજના સમય દરમ્યાન (જાહેર રજાના દિવસો સિવાય) નિયત નમુનાનું અરજી ફોર્મ મેળવી નીચેની વિગતો સાથે   દિયોદર સબ ડીવીઝન મેજીસ્ટ્રેટની કચેરીના સરનામે મોડામાં મોડા તા.૧૫-૧૦-૨૦૨૦ સુધીમાં ટપાલથી અથવા રૂબરૂમાં મોકલી આપવા આપવુ પડશે, નિયત નમૂનાનું અરજી ફોર્મ પુરતી વિગતો સાથે ભરીને ત્રણ નકલમાં રજુ કરવાનું રહેશે.

આ પણ વાંચો – ગુજરાત સરકારે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટ લાવી ભુ-માફીયાઓ ઉપર સંકજો કસવાની કરી જાહેરાત

હંગામી ફટાકડા પરવાનાની ફી પેટે રૂ.૭૦૦/ ભરવા પડશે અને અરજદારનો તાજેતરનો પાસપોર્ટ ફોટો ચોંટાડવાનો રહેશે.જેની પરવાનગી મંજુર થઈ છે કે નહી તે રજી.પો.એ.ડી.થી મોકલી આપવામાં આવશે અથવા કોઇ કારણસર રજી.એ.ડી. શકય ન બને તો અરજદારશ્રીએ તા.૧૨/૧૧/૨૦૨૦ સુધી જાતે જ મેળવી લેવાનો રહેશે. એમ દિયોદર સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરીથી જાણવા મળ્યુ છે.

 

Contribute Your Support by Sharing this News: