ફિલ્મ સ્ટારો ને મળી કોર્ટ નોટીસ,કાળા હરણ ના મામલે ફસાયા આ સ્ટારો  

શેર કરવા અહીં ક્લિક કરો.

કાળા હરણની હત્યાના 20 વર્ષ જુના મામલે રાજસ્થાન હાઇકોર્ટે સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, નીલમ, તબ્બુ અને દુષ્યંત સિંહને નોટિસ મોકલી છે. ખરેખર સીજેએમ અદાલત ઘ્વારા તેમને છોડી મુકવાના નિર્ણય સામે સરકારે અરજી કરી હતી. આ મામલે 8 અઠવાડિયા પછી સુનાવણી થશે. આપને જણાવી દઈએ કે વર્ષ 1998 દરમિયાન ફિલ્મ હમ સાથ સાથ હૈ ફિલ્મની શૂટિંગ સમયે સલમાન ખાન પર બે કાળા હરણનો શિકાર કરવાનો આરોપ લાગ્યો હતો. આ દરમિયાન સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, નીલમ, તબ્બુ અને દુષ્યંત સિંહ તેમની સાથે હતા. કાળા હરણ મામલે મુસીબતમાં ફસાયા આ સ્ટાર વર્ષ 2017 માં સલમાન ખાનને 5 વર્ષની સજા આપવામાં આવી હતી આ દરમિયાને ગ્રામીણોએ બે કાળા હરણના શવ મેળવ્યા હતા. આ દરમિયાન સલમાન ખાન પર કાળા હરણને ગોળી મારવાનો અને સૈફ અલી ખાન સહીત ત્રણે અભિનેત્રીઓ પર તેને ઉક્સાવવાનો આરોપ લાગ્યો હતો. વર્ષ 2017 દરમિયાન આ મામલે જોધપુર હાઇકોર્ટે સલમાન ખાનને 5 વર્ષ જેલની સજા સંભળાવી હતી, પરંતુ બે દિવસ પછી તેને જામીન પર છોડી મુકવામાં પણ આવ્યો હતો.કાળા હરણ મામલે મુસીબતમાં ફસાયા આ સ્ટાર ‘હમ સાથ સાથ હે’નું શૂટિંગ કરી રહ્યાં હતાં સલમાનઉલ્લેખનીય છે કે કાળિયાર હરણના ગેરકાયદેસર શિકારના ત્રણ અલગ-અળગ મામલાઓમાં સલમાન સિવાય સાત અન્ય આરોપીઓનો પણ સમાવેશ થાય છે. જોધપુરના નિર્જન વિસ્તાર ભાવડમાં ‘હમ સાથ-સાથ હે’ના શૂટિંગ દરમિયાન આ ઘટના બની હતી. 26 સપ્ટેમ્બર, 1998 ના રોજ ભાવડમાં તથા 28 સપ્ટેમ્બર, 1998ના રોજ ઘોડા ફાર્મ્સમાં કાળિયાર હરણનો ગેરકાયદેસર શિકાર કરવામાં આવ્યો હતો.કાળા હરણ મામલે મુસીબતમાં ફસાયા આ સ્ટાર કાળા હરણ સંરક્ષિત પશુઓમાં આવે છેખરેખર કાળા હરણ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ એક સંરક્ષિત જાનવર છે, જેના શિકાર પર પ્રતિબંધ છે. સલમાન ખાન તેના હેઠળ દોષી જાહેર થયા છે. આપને જણાવી દઈએ કે કાળા હરણ એક લુપ્ત થઇ રહેલા જાનવરોની શ્રેણીમાં આવે છે. ધર્મગ્રંથો અનુસાર કાળું હરણ ભગવાન કૃષ્ણના રથસવાર છે, સંસ્કૃત પુસ્તકોમાં તેને કૃષ્ણ મૃગ નામથી ઓળખાય છે, જેને ભગવાન વાયુ અને ચંદ્રનું વાહન માનવામાં આવે છે.

શેર કરવા અહીં ક્લિક કરો.