ઇડર ભાજપના વરિષ્ઠ આગેવાનના પુત્રને વિદેશી દારૂ સાથે પોલીસે રંગે હાથ ઝડપ્યો 

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવીતાકાત,સાબરકાંઠા(તારીખ:૦૪)

સાબરકાંઠા જિલ્લાના ઇડર ખાતે ગતરાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા ભારતીય બનાવટની વિદેશી દારૂ સહિત રોકડ રકમ ઝડપાઈ હતી જેમાં ઇડર ભાજપના વરિષ્ઠ આગેવાનના પુત્ર ને પોલીસે વિદેશી દારૂ સાથે રંગેહાથે ઝડપી ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ આરોપીના પિતા દ્વારા તંત્રી થી મંત્રી સુધીના ફોન ખખડાવવામાં આવ્યા હતા પણ સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર ટસના મસ ન થતા ઇડર પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો લોક મૂકે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ઇડર પોલીસ સ્ટેશનની હદમાં દારૂ મળતો નથી અને પોલીસ દ્વારા પંચનામા નીલ રિપોર્ટ કરવામાં આવે છે ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર ટીમ દ્વારા દારૂ પકડ્યો ક્યાંથી તે પણ મોટો સવાલ ઊભો થાય છે.

ઇડર પોલીસ ફરિયાદ ના આધારે ઇડર મા આવેલ વણઝારા વાસમાં સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર ટિમ દ્વારા રેડ કરતા વિદેશી બનાવટનો દારૂ ની બોટલો, બિયર ટીન સહિત રોકડ રકમ મુદામાલ મળી આવેલ જેમાં પોલીસ ફરિયાદ ના આધારે પાંચ નામ જણાવવામાં આવ્યા હતા જેમાં બે આરોપી વોન્ટેડ જાહેર કરાયા છે ત્રણ ઇસમોની અટકાયત કરવામાં આવી છે જેમા વોન્ટેડ નામ જાહેર કરાયા પ્રમાણે ૧- બાદરજી ફુલાજી વણઝારા અને તેમનો ભાગીદાર. ૨- પ્રવિણજી હજારીજી વણઝારાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે જ્યારે મળેલ વિદેશી દારૂ, રોકડ રકમ,મોબાઈલ, ટુ વિલર, સહિત કુલ મળી રૂ: ૧,૧૫,૫૭૫ નો મુદામાલ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

તસ્વીર અહેવાલ દિગેશ કડીયા હિંમતનગર

શેર કરવા અહીં ક્લિક કરો.