ગરવીતાકાત મહેસાણ: શહેરમાં વિસનગર રોડ પર માનવ આશ્રમ વિસ્તારની ન્યુ અંબિકાનગરમાં રહેતા રાજન કરમસીને તેના ઘરની સામે જ રહેતી સગીબહેન અલકા દિલીપભાઇ જીલીયા અને અન્ય ભાઇ બહેનો સાથે વડિલોપાર્જીત મિલકત બાબતે વિવાદ ચાલતો હતો. મંગળવારે બપોરે 11 વાગ્યે તેની બહેન અલકા સાથે મકાનની ઓસરીમાં બોલાચાલી થતાં રાજને ખિસ્સામાંથી છરી કાઢી ઉપરા ઉપરી 7 ઘા મારતાં તે ફસડાઇ પડી હતી. જેને ગંભીર હાલતમાં લાયન્સ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ઇજાગ્રસ્તની ભત્રીજી સ્નેહાએ કહ્યું કે, મારા દાદાએ ફઇને આપેલું મકાન કાકા ખાલી કરાવવા અવાર નવાર દાદા તેમજ પરિવારને મારી નાખવાની ધમકી આપતા હતા. ફઇએ પોતાના નામે મકાન હોઇ ખાલી નહીં કરે તેમ કહેતાં જ કાકાએ છરી મારી હતી. અમે વચ્ચે પડતાં અમને પણ માર્યા હતા. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.

બીજા સાથે સમાચાર શેર કરો.