ગરવીતાકાત,દીઓદર : રાજ્ય સરકારનો અભિગમ છે કે છેવાડાનો માનવીનો કોઈ બાળક અભ્યાસથી વંચીત રહી ન જાય. બદલાયેલા સમય પ્રમાણે બાળકોને યોગ્ય સુવિદ્યા યુક્ત શિક્ષણ મળી રહે તેવા ભરપુર પ્રયાસો કરી કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે. બનાસકાંઠા જીલ્લામાં શિક્ષણ હોય કે વિકાસ. માટે ફાળવાતી કરોડો રૂપિયાની ગ્રાન્ટો અધિકારીઓ..કે કોન્ટ્રાક્ટરોના કલ્યાણ માટે વપરાતી હોવાનો અહેસાસ થાય છે. પ્રજાના શાસકો પણ પ્રજાના મતો મેળવી સિંહાસન જાણે કે મેળવવા માટે જ મળ્યુ હોય તેમ અધિકારીઓની આંખની શરમ કે કોઈ વજન તળે કાન સાંસરૂ કાઢી નાખે છે. જેના ફળ સ્વરૂપ સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટ સુવિધા માટે ફાળવી હોવા છતાં પ્રજા કે બાળકોની Âસ્થતિ જૈસે થે..જેવી આજે પણ ભાસી રહી છે… આવી જ હકીકત સામે આવી છે. અધિકારી રાજથી કંટાળી પ્રજાનો અવાજ સંભળાતો ન હોઈ વાલીઓએ જાતે શિક્ષણનો બહિષ્કાર કરી સુવિદ્યા માટે શાળાને તાળાબંધી કરવી પડે તે બાબત કઈ સદીને સારી ઘટના માનવી તે તેજ પ્રશ્નાર્થ છે.  દીઓદર તાલુકાના દેલવાડા ગામે પ્રાથમિક શાળાના ૪ રૂમો ડેમેજ થઈ જવા પામેલ છે..  ના.કા.ઈ.શ્રી શિહોરીએ તા.ર૧/૬/ર૦૧૭ના રોજ આ રૂમો બેસવા લાયક નથી ઉતારવાનું જરૂરી હોવાનું પ્રમાણપત્ર આપેલ છે. શિક્ષણ વિભાગે તા.૧ર/૧ર/૧૮ના ઠરાવનં.રર થી ડેમેજ ઓરડાઓ ઉતારવાનો નિર્ણય કર્યો છે. જીલ્લા શિક્ષણ સમિતિના ૭/૧/૧૯ના આદેશ અન્વયે રૂમો ઉતારવામાં આવ્યા છે. બાળકો ક્યાં બેસી અભ્યાસ કરે ? રૂમો ઉતારવા બાબત પણ જિલ્લા શિક્ષણ અધિકારીનો આદેશ પણ માથેથી ખભે કરવા જાણે કે નીચેના કર્મચારીઓના માથે જવાબદારી નાખવાનો પ્રયાસ કરાય છે. શાળાના રપ૦ જેટલા બાળકો ચોમાસાની ઋતુમાં બહાર બેસી વાઈબ્રન્ટ ગુજરાતનો અભ્યાસ મેળવી રહ્યા છે….જિલ્લામાં શાળા રીપેરીંગના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવાઈ..અધિકારીઓ..કોન્ટ્રાકટરો માટે તો જાણે અમી વરસાદ થયો…બાળકોનું શું..? ગ્રાન્ટમાં શું રીપેરીંગ થયું તેતો આજે ચુપકીદી સેવી રહેલા પદાધિકારીઓ જાણે ..? કે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓએ શું રીપેરીંગ કર્યુ..? માત્ર નજીવા સ્વાર્થમાં સરકાર દ્વારા ફાળવાતી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ક્યાંક પગ કરી જાય છે..? દેલવાડા ગામે બાળકો બહાર બેસી અભ્યાસ કરતા હોઈ આ બાબતે વારંવાર રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈજ કાર્યવાહી હાથ ન ધરાતાં આજરોજ ગ્રામજનો એક થઈ શાળાને તાળાબંધી કરેલ અને સાથે સાથે ચીમકી પણ આપેલ કે પંદર દિવસમાં કોઈ નવીન રૂમો બનાવવા બાબતે નિર્ણય નહીં લેવામાં આવો તો ગ્રામજનો શિક્ષણનો બહીષ્કાર કરી શાળાને તાળાબંધી કરશે. સરકારનો નારો “સૌ ભણે સૌ આગળ વધે ..”ના નારાને અધિકારીઓ આગળ વધવા દેશે ખરા..? જે પ્રશ્ન સૌમાં ચર્ચાસ્પદ બનવા પામેલ છે. 

બીજા સાથે સમાચાર શેર કરો.