ગરવીતાકાત,બનાસકાંઠા: પાલનપુર શહેરમાં દર વર્ષે ગણેશ ચતુર્થી નિમિત્તે વિઘ્નહર્તા ગણપતિદાદાની મૂર્તિઓનું ધૂમ વેચાણ થાય છે. જેમાં ચાલુ વર્ષે પણ ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે શહેરના માર્ગો પર ગણપતિ દાદાની મૂર્તિઓનું વેચાણ શરૂ થઇ ગયુ છે. દુંદાળા દેવ ગણપતીની રંગબેરંગી મૂર્તિઓને વેચાણ અર્થે પાલનપુરની બજારમાં મૂકવામાં આવતાં ભારે આકર્ષણ જમાવ્યું છે.

તસ્વીર અહેવાલ જયંતિ મેતિયા બનાસકાંઠા