ગરવીતાકાત,બનાસકાંઠા: ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન નર્મદા પર બંધ બાંધવામાં આવેલ સરદાર સરોવર ડેમ પ્રથમ વખત તેની પૂર્ણ સપાટી ૧૩૮.૬૭ મીટર હાંસલ કરેલ છે. આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી માટે માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિત્તે નમામિ દેવી નર્મદે મહોત્સવ અંતર્ગત નીર વધામણા કરવામા આવ્યા.

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ થરા નગર પાલિકા તથા થરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજવામાં આવ્યુ હતુ.ત્યારે થરા નગર પાલીકાથી વાગતા ઢોલ અને ઙી.જે સાથે રાણકપુર સુધી રેલી યોજીને રાણકપુર ખાતે પસાર થતી નમઁદા મુખ્ય નહેર કાખે સભા યોજીને નમઁદા મુખ્ય નહેરના આરતી ઉતારી શ્રી ફળ વધરે ને નીરના વધામણા કરવામા આવ્યા હતા.ત્યાર બાદ લાઙુનો પ્રંસાદ વહેચવામા આવ્યો હતો.તે ઉપરાંત સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં થરા નગર પાલિકા પ્રમુખ ભારતીબેન કિરીટભાઈ ઠક્કર, ઉપ-પ્રમુખ વસંતજી ઠાકોર, પૂર્વ ઉપ-પ્રમુખ ખાનુંભા કે.વાઘેલા, ચીફ ઓફિસર દશરથભાઈ પટેલ, થરા માજી રાજવી પ્રુથ્વીરાજસિંહ સી.વાઘેલા, થરા શહેર ભાજપ પ્રમુખ તેજાજી એમ.ઠાકોર, પૂર્વ પ્રમુખ કનુભાઈબી. ઠક્કર, કાંકરેજ નાયબ મામલતદાર તેજાભાઈ પટેલ, રાયમલભાઈ ડી.પટેલ, થરા નગર પાલિકા કોર્પોરેટર યશપાલસિંહ પી. વાઘેલા,થરા નગર પાલિકા કોર્પોરેટર બાબુભાઈ દેસાઈ, કિરીટભાઈ અમરતલાલ અખાણી, વિનોદભાઇ શાહ (નાકોડા ગ્રુપ અમદાવાદ), નિરંજનભાઈ ડી.ચૌહાણ, સેનેટરી ઇન્સપેક્ટર પ્રવીણભાઈ ચૌધરી, નીરવભાઈ જોષી, મફાભાઈ મોચી, થરા અનુપમ શાળા નંબર- ૨ ના આચાર્ય શ્રીમતી બિન્દેશ્વરિબા એન.વાઘેલા,શિક્ષકશ્રી પ્રહલાદભાઈ એલ.આચાર્ય,શિક્ષક શ્રીમતી ગીતાબેન મેણાંત, શિક્ષકશ્રી સંજયભાઈ પટેલ, છનાભાઈ દરજી,શક્તિસિંહ ઝાલા,પૂનમબેન રાજગોર, નિકિતાબેન દરજી વગેરે હાજર રહ્યા હતા.

તસવીર અહેવાલ મોહંમદ ઉકાણી કાંકરેજ બનાસકાંઠા

બીજા સાથે સમાચાર શેર કરો.