બનાસકાંઠા જિલ્લા રોજગાર કચેરી પાલનપુર ખાતે નામ નોંધણી રીન્યુઅલની પ્રક્રિયા શરૂ થઇ

ગમ્યું તો આગળ શેર કરો.

જિલ્લા રોજગાર કચેરી, પાલનપુર ખાતે નોંધાયેલ ઉમેદવારો પૈકી જેમની નામ-નોંધણી માર્ચ-૨૦૨૦ થી મે-૨૦૨૦ સુધીમાં રીન્યુઅલ કરાવવાની થતી હતી પરંતુ પ્રવર્તમાન સંજોગોમાં લોકડાઉનને કારણે રીન્યુઅલ કરાવી શકેલ નથી તેવા ઉમેદવારો જો પોતાની નામ-નોંધણી ચાલુ રાખવા માંગતા હોય તો તા.૩૧/૦૮/૨૦૨૦ સુધીમાં જિલ્લા રોજગાર કચેરી, પાલનપુર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહીને અથવા પોસ્ટ, ઇ-મેઇલ દ્વારા આ અંગેની અરજી નોંધણી કાર્ડની નકલ સાથે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જોરાવર પેલેસ, બહુમાળીભવન, પાલનપુર ખાતે ફોન નં-૦૨૭૪૨-૨૫૪૨૮૬ અથવા ઈ-મેલ dee-ban@gujarat.gov.in ઉપર મોકલી આપવા જણાવાયું છે. ઉપર જણાવેલ તારીખ બાદ રીન્યુઅલ માટે આવેલ આ પ્રકારની અરજીઓ પર કોઈ વિચારણા કરવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવા જિલ્લા રોજગાર અધિકારી (વ્ય.મા.) પાલનપુર દ્વારા જણાવ્યું છે.

ગમ્યું તો આગળ શેર કરો.