hospitalized person also died in kuda murder case

અમદાવાદમાં ત્રણ દિવસ વેટન્ટીલેટર પર રાખ્યા બાદ કરસનભાઈ પટેલનું નિધનસિદ્ધપુરમાં સાંજે ચાર ભાઈઓ સહિત પરિવારની હાજરીમાં અગ્નિદાહ અપાયોચાલુ તપાસ દરમિયાન જ મહત્વની કડી જેમની પાસેથી મળવાની હતી તેમના નિધનથી હત્યારાઓ સુધી પહોંચવામાં અંતરાય

ગરવીતાકાત, પાલનપુરઃ અમદાવાદની સિવિલ હોસ્પિટલના આઇસીયુમાં પાછલા ત્રણ દિવસથી વેટન્ટીલેટર પર સારવાર લઈ રહેલા ઘરના મોભી કરસનભાઈ પટેલનું નિધન થતાં સિદ્ધપુરમાં સાંજે ચાર ભાઈઓ સહિત પરિવારની હાજરીમાં અગ્નિદાહ અપાયો હતો. ચાલુ તપાસ દરમિયાન જ મહત્વની કડી જેમની પાસેથી મળવાની હતી તેમના મોતથી બનાસકાંઠા પોલીસ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. અને સમગ્ર તપાસ હવે પોલીસ કઈ રીતે કરે છે તેની પર સમગ્ર ચૌધરી સમાજનું ધ્યાન કેન્દ્રિત થયું છે. આ ઘટનામાં શંકાની સોય વ્યાજખોરો પર તકાઇ છે. ઘરની દિવાલ પર કરશનભાઇના સગા ભાઈઓના અને લાખણીના કેટલાક લોકોના નામ લખવામાં આવ્યા હતા જેથી પોલીસે એ દિશામાં તપાસ કરી કેટલીક કડીઓ સુધી પહુચવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એસઆઈટીના ઘઠન કરવા છતાં પોલીસ આ ગુનામાં એક પણ મહત્વની કડી પ્રાપ્ત કરી શકી નથી.

લાખણી તાલુકાના કુડા ગામના એક જ પરિવારના 4ની નિર્દયી હત્યાથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો ઘટનામાં ઘાયલ થવાથી અમદાવાદની સિવિલમાં સારવાર લઇ રહેલા ઘરના મોભી કરશનભાઇ પટેલનું ત્રણ દિવસની સારવાદ બાદ મોત નિપજી ગયું હતું. 4 વ્યક્તિઓની હત્યા મામલે પોલીસે આરોપીઓને પકડવાની ખાતરી આપતા અને સામાજીક અને રાજકિય આગેવાનોની સમજાવટ બાદ પરિવારજનોએ શનિવારે મૃતદેહો સ્વિકાર્યા હતા. શુક્રવારે વહેલી સવારે કરશનભાઈ પટેલના ઘરમાંથી ચાર લાશ મળી આવી હતી.

મૃતક તેમના પુત્ર,પુત્રવધુ અને પૌત્ર હતા. શનિવારે લાખણી ધાનેરા શહેર સ્વયંભુ બંધ રહ્યા હતા કેટલાક સ્થળોએ ન્યાયની માંગ સાથે આવેદનપત્રો પાઠવાયા હતા. ચૌધરી સમાજના આગેવાનો અને બનાસકાંઠા સાંસદે પણ પરિવારજનોને મુલાકાત લીધી હતી. શનિવારે બપોર બાદ પોલીસે હત્યારાઓને પકડવાની ખાતરી આપતા આખરે પરિવારજનોએ મૃતદેહ સ્વિકાર્યો હતો. પરંતુ સોમવારે ઘરના મોભી કરશનભાઇ પટેલનું પણ મોત નિપજતા પોલીસને હત્યાકાંડના આરોપીને શોધવા મુશ્કેલી વધી છે.

ચૌધરી સમાજ વિરુદ્ધની વિવાદાસ્પદ ઓડિયો કલીપ મામલે એકની અટકાયત: ધુણસોલ ગામના તગાજી રબારીએ ચૌધરી સમાજ વિરુદ્ધ અશોભનીય વાતો કરી તેની ઓડિયો કલીપ વાયરલ કરતા સ્થાનિક આગેવાને આમામલે ઠપકો આપતા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની અરજી ડુવા ગામના થાનાભાઈ ચૌધરીએ કરી હતી આ મામલામાં તગાજીની અટકાયત કરી તેને મામલતદાર સમક્ષ જામીન લેવડાવી માફી પત્ર લખાવી છોડી મુકાયો હતો.

બીજા સાથે સમાચાર શેર કરો.