સુરતમાં કામરેજ રૂટની BRTS બસ પર પથ્થરમારો કરાયો છે. આ પથ્થરમારા સમયે બસમાં પેસેન્જરો હાજર હતા. જેથી લોકોમાં ભાગદોડ મચી હતી. પેસેન્જરોએ જીવ બચાવી સ્થળ પરથી ભાગવુ પડ્યુ હતુ. સીટી બસના ચાલકે મહિલાને અડફેટે લેતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. લોકોએ સીટી બસમાં તોડફોડ કરી કરી છે. બસના કાચ ફોડીને રોષ વ્યક્ત કર્યો છે. કામરેજ, સચિન જીઆઇડીસી નાકા રૂટ પર દોડતી સીટી બસના ચાલકે મહિલાને અડફેટે લીધી હતી.