ગરવીતાકાત,ધાનેરા: બનાસકાંઠા જિલ્લાનો ધાનેરા તાલુકો પુરના પાણીથી બે વાર બરબાદ થયેલો છે એટલે કહી શકાય કે દૂધ થી બળેલો વ્યકતિ છાસ પણ ફૂંકી ફૂંકીને પીવે આવુજ ધાનેરા તાલુકાના લોકો કરી રહ્યા છે. ૨૦૧૫નું પુર અને ૨૦૧૭ નું વિનાશક પુર જેમાં ધાનેરા શહેર તેમજ નદીના વહેણમાં આવતા ગામો એ ના સહન થાય આવી મુશ્કેલી વેઠી છે. જયારે હાલ ધાનેરાથી સંચોર રજેસ્થાનને જોડતો મુખ્ય નેશનલ હાઇવે રોડ બની રહ્યો છે.

મુખ્ય માર્ગના લીધે ધાનેરા તાલુકાનું થાવર ગામ પણ ખુશ થયું હતું પણ હવે ગામની નજીક સમતલમાં રોડ ઊંચો આવતા ગામના આગેવાનો એ હાઇવે રોડના અધિકારીઓને રજુઆત કરી જો કે ગામ ની રજુઆતને ધ્યાને ના લઈ આ સંચોર ધાનેરા મુખ્ય માર્ગની કામગીરી ચાલુ રાખી જેથી આજે ઉગ્ર બનેલા ગ્રામજનો રસ્તા પર આવી ગયા હતા અને ધાનેરા તેમજ સંચોર રોડ પર ચક્કાજામ કરી ગ્રામજનો રસત્તા પર બેસી ગયા હતા.
ગ્રામજનોની રજુઆત છે કે રસ્તાનું પાણી કે પુર નું પાણી ગામમાંના આવે અને થાવર ગામ ના લોકો ને પુરના પાણી કે વધુ વરસાદ ના કારણે ગામના છોડવું પડે તે માટે યોગ્ય વેવસ્થા કરવા માટે માગણી કરી હતી અને જો આ માગણી નહીં સંતોસાય તો ઉગ્ર આંદોલન તેમજ ફરી રસ્તો રોકવાની ચીમકી આપી હતી.
બીજા સાથે સમાચાર શેર કરો.