ગરવી તાકાત.

ઉત્તર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘ પોતાની મહેર વર્ષાવી રહ્યો છે એવામાં પાટણ જિલ્લાના શંખેશ્વર શહેરમાં સતત મોડી રાતથી વરસાદ પડવાના કારણે શંખેશ્વર રામદેવપીર બહુચરાજી રોડ ઉપર ઢીચણથી વધારે પાણી ભરાઈ ગયુ હતુ. ત્યારબાદ શંખેશ્વર મેન હાઈવે પાર્શ્વનાથ સોસાયટીમાં પાણી ભરાતા શંખેશ્વર ગ્રામ પંચાયતની સારી કામગીરીની પોલ ખુલી ગઈ હતી.

સરકારમાંથી લાખો રૂપિયાની ગ્રાન્ટ આવવા છતાં વિકાસ નું કામ નબળુ દેખાયું હોવાથી લોકોમાં માંગ ઉઠી છે કે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર સ્થળ ઉપર ચકાસણી કરીને પાણીના નિકાલની કામગીરી શરૂ કરે તથા રોડ તુટ્યા હોવાથી જવાબદારો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનીક લોકો માંગ કરી રહ્યા છે

Contribute Your Support by Sharing this News: