પાલનપુરની માવજત હોસ્પિટલમાં અઠવાડિયાના મેગા કેમ્પનું આયોજન : ૧૫૦૦ દર્દીઓએ લીધો લાભ. છેલ્લા પાંચ વર્ષથી ઉત્તર ગુજરાત ખાતે શ્રેષ્ઠ સારવાર પૂરી પાડી અસંખ્ય દર્દીઓની તકલીફો દૂર કરનારી માવજત હોસ્પિટલ દિન પ્રતિદિન કંઈક નવા જ કાર્યો અને હોસ્પિટલ પણ નવી જ કારકિર્દીથી ગુજરાતભરમાં જાણીતી બની છે. ત્યારે આ હોસ્પિટલમાં એક અઠવાડિયાના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ૨૦ થી પણ વધુ ડોક્ટરોએ સેવા આપી હતી અને આશરે ૧૫૦૦ થી પણ વધુ દર્દીઓની તપાસ કરી જરૂરતમંદ દર્દીઓને યોગ્ય સારવાર પૂરી પાડવામાં આવી છે. હોસ્પિટલમાં મા યોજના તેમજ આયુષ્માન ભારત યોજના પણ ઉપલબ્ધ છે જેની સાથે સાથે કેશલેસ અને ટીપીઅે સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલમાં બે કાર્ડિયોલોજિસ્ટ ની ટીમ પણ હાર્ટ એટેક અને હૃદયને લગતી તમામ બીમારી માટે ચોવીસ કલાક કાર્યરત છે. અધ્યતન સિટી સ્કેન મશીન અને નવા રૂપ રંગ અને નવા અંદાજ સાથે શરૂ થયેલા ડાયાલિસીસ મશીન પણ હોસ્પિટલમાં દર્દીઓ માટે સહાયરૂપ બન્યા છે. ત્યારે એક અઠવાડિયાથી યોજાયેલા મેગા કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો અને હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો.

તસ્વીર અહેવાલ જયંતી મેતીયા પાલનપુર 

Contribute Your Support by Sharing this News: