ગુજરાતમાં જૂન મહિનાથી શરૂઆતથી અત્યાર સુધી જે વરસાદ પડ્યો હતો તે વાવાઝોડાની અસરને પગલે પડ્યો હતો. પરંતુ હવે આગામી 48 કલાકમાં ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસશે. આ વર્ષે નિયત સમય કરતાં વહેલા ચોમાસાની શરૂઆત થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં જૂન મહિનાથી શરૂઆતથી અત્યાર સુધી જે વરસાદ પડ્યો હતો તે વાવાઝોડાની અસરને પગલે પડ્યો હતો. પરંતુ હવે આગામી 48 કલાકમાં ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસશે. આ વર્ષે નિયત સમય કરતાં વહેલા ચોમાસાની શરૂઆત થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું કે, હવે ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થશે. આગામી 5 દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ આવતો રહેશે. તો 15 અને 16 જુનના રોજ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. અરબી સમુદ્રમાં અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉદભવતા આ અસર જોવા મળશે. અમદાવાદમાં પણ ઝડપી પવન સાથે વરસાદ આવી શકે છે.

ગુજરાતમાં છેલ્લાં ચાર-પાંચ દિવસથી અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. જોકે, રાજ્યમાં વરસાદનું જોર ધીમું પડયું છે. સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં માત્ર ગુજરાતના માત્ર 6 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો મધ્ય ગુજરાતના તાલુકાઓમાં સામાન્ય વરસાદ થયો છે.