ગઇકાલે સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી સાથે સૌથી વધારે ગરમી નોંધાઇ હતી. જયારે અમદાવાદ 42 ડિગ્રીમાં શેકાયું હતું.અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીએ ફરી એકવાર કહેર વર્ષાવવાનું શરૂ કરી દીધું છે. ગઇકાલે સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી સાથે સૌથી વધારે ગરમી નોંધાઇ હતી. જયારે અમદાવાદ 42 ડિગ્રીમાં શેકાયું હતું. અમદાવાદમાં 42 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 0.3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. હવામાન વિભાગનાં મતે આગામી ચાર દિવસ અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીની આસપાસ રહેશે. જ્યારે એક ખાનગી હવામાન સંસ્થાનાં મતે તો ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચી જાય તેવી પણ શક્યતાઓ છે.ગઇકાલે અમદાવાદ, સુરેન્દ્રનગર ઉપરાંત રાજકોટ, ગાંધીનગર, વડોદરા, ભૂજ, ડીસા, આણંદમાં પણ 41 ડિગ્રીથી વધારે ગરમી નોંધાઇ હતી.જ્યારે ભાવનગરમાં 39.2, સૂરતમાં 35.8 ડિગ્રી, દીવમાં 34.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. થોડા દિવસો પહેલા જ ગરમીમાંથી જાણે વરસાદની મોસમ આવી ગઇ હોય તેમ રાજ્યભરમાં ઝાપટાં પડી રહ્યાં હતાં. જેના કારણે હાલ રાજ્યભરમાં અસહ્ય બફારાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

બીજા સાથે સમાચાર શેર કરો.