નર્મદાના સત્તાધીશો આરામ ઉપર , ખેડૂતોએ જાતે કેનાલ સાફ કરી

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,સુઈગામ(તારીખ:૧૦)

સુઇગામના મોરવાડા.પંથકમાંથી પસાર થતી મોરવાડા માઇનોર1

કેનાલમાં ઘણા સમયથી કચરો અને ગંદકી વધી છે. જેથી સાફ સફાઈ કરવાની હોય પરંતુ નર્મદાના સત્તાધીશો ફરજ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. આથી સ્થાનિક ખેડૂતોએ સરકારી ફરજ સ્વિકારી સાફ સફાઈ કરી કરી હતી. અધિકારીઓની કામગીરી ખેડૂતોએ કરવાની નોબત આવતાં નર્મદા ઓથોરિટી સામે અનેક ગંભીર સવાલો ઉભા થયા છે.

બનાસકાંઠા જિલ્લાના સુઇગામ તાલુકાની મોરવાડા માઇનોર 1 ઉપર ઝાડી ઝાંખરાએ કબજો જમાવ્યો હતો. આથી પાણીના અવિરત વણથંભ્યા પ્રવાહ માટે કેનાલની સફાઈ અત્યંત જરૂરી બની હતી. આ તરફ નર્મદા કેનાલના સત્તાધિશો અને કોન્ટ્રાક્ટરો વચ્ચે સફાઇને લઈ નિરસતા બની હતી. જેનાથી ત્રાહિમામ્ બની ખેડૂતોએ ભેગા મળીને સ્વયં સફાઈ હાથ ધરી હતી. સરકારી અધિકારીઓની કામગીરી ખેડૂતોએ કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ અત્યંત ભયાનક બન્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સુઇગામ તાલુકાના મોરવાડા. સહિત ગામોના ખેડૂતો ભેગા થયા હતા. આ કેનાલની સફાઈ જાતે જ કરવાનું નક્કી કર્યું હતું. કેનાલની સફાઈ બાબતે નર્મદા ઓથોરિટીની જવાબદારી જાણે માથે આવી હોય તેમ ખેડૂતોએ સ્વિકારી લીધું હતું.

સફાઈ બાદ ખેડૂતોએ સૌથી મોટી માંગ કરી હતી કે, અમે જાતે કેનાલની સફાઈ કરી હોવાથી કોન્ટ્રાક્ટર એજન્સીને બિલ ચૂકવવું નહિ. ઉલ્લેખનીય છે કે, નર્મદા કેનાલના અધિકારીઓ એજન્સી સાથે મળી ખેડૂતો સાથે અન્યાય કરી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ થયો હતો.

તસ્વીર અહેવાલ નવીન ચૌધરી સુઇગામ

ગમ્યું તો આગળ શેર કરો.