મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર  ભક્તોને માટે શરતોને આધીન દર્શન માટે ખુલ્લું કરવામાં આવ્યું.

ગમ્યું તો આગળ શેર કરો.
સૌના સ્વાસ્થ્યની સુરક્ષા જળવાઈ રહે તે માટે  મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે લૉકડાઉનના લાંબા સમય 22 માર્ચથી દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવેલ દ્વાર સ્વાસ્થ્યની વિકટ પરિસ્થિતિમાં સરકારશ્રીના નિયમોનુસાર આજરોજ   સવારે 7 થી 10 અને સાંજે 5 થી 8 દરમિયાન સૌના સામુહિક સ્વાસ્થ્ય સુરક્ષા નિયમોના પાલનની શરતો સાથે આજ દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યા જેમાં ફેસ માસ્ક પહેરીને જ  પ્રવેશ કરવો.સેનેટાઈઝ-સ્વચ્છતા સાથે પ્રવેશ કરવો.મંદિરમાં ક્યાંય પણ સ્પર્શ કરવો નહીં.ફૂલ તથા પ્રસાદ ચઢાવવો નહીં.વારાફરતી પ્રવેશ કરવો અને દર્શન કરી તુરત જ પરત ફરવું.મંત્ર જાપ માટે બેસવું નહીં. આરતી માટે મંદિરમાં રોકાવું નહીં.સોશીયલ ડિસ્ટન્સીંગ: દરેક વ્યક્તિ વચ્ચે 6 ફુટ અંતર રાખવું. 10 વર્ષથી નીચેના , 65 વર્ષથી ઉપરના અને સગર્ભા બહેનો તથા બિમાર વ્યક્તિઓએ પ્રવેશ કરવો નહીં.આમ સરકાર દ્વારા બહાર પાડેલ શરતોને તેમજ ચુસ્ત પાલન સાથે દર્શનાર્થીઓને પ્રવેશ આપવા સાથે હાથપગ ધોવાની તથા સેનેટાઈઝની વ્યવસ્થા રાખવામાં આવી. આજ મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે લાંબા સમયથી આતુર એવા નિયમોના પાલન સાથે છૂટક છૂટક દર્શનાર્થીઓ આવી વેદમાતા,દેવમાતા વિશ્વમાતા ગાયત્રી માઁના દર્શન કરી આત્મ સંતોષની અનુભૂતિ કરતા દેખાયા.આમ લાંબા સમયના વિરામ બાદ ભક્તોએ આંનંદ સાથે દર્શન કરી ખુશ થયા તેમજ સમગ્ર વિશ્વ સ્વાસ્થ્ય તેમજ તંદુરસ્તી માટે પ્રાર્થના કરી.હતી.
ગમ્યું તો આગળ શેર કરો.