લોકડાઉનમાં વિસ્થાપિત થયેલ મજુરની પ્રતિકાત્મક તસ્વીર
લોકડાઉનમાં વિસ્થાપિત થયેલ મજુરની પ્રતિકાત્મક તસ્વીર

As a cricket lover એક ઘટના યાદ આવે છે. નવેમ્બર 2014માં ઓસ્ટ્રેલીયાના સીડની ક્રીકેટ ગ્રાઉન્ડમાં ડોમેસ્ટીક મેચ ચાલી રહી હતી. એ મેચ દરમ્યાન એબોટ નામના બોલરના ફાસ્ટ બાઉન્સરને ડક કરવા ઓસ્ટ્રેલીયાના ઈન્ટરનેશન ક્રીકેટર ફીલીપ હ્યુજને માથાના પાછલા ભાગે બોલ વાગ્યો અને ત્યાર બાદ શુ થયુ એ સૌ જાણે જ છે.

પણ વાત એ નથી, વાત અહીયા વિદેશી મીડીયાની કરવી છે. જ્યારે ફીલીપ હ્યુજના અંતીમ સંસ્કારમાં કેટલાય લોકો હાજર હતા. ત્યારે એક પણ વિદેશી મીડીયાપર્સને એબોટની પાસે નહોતા ગયા. વિદેશી મીડીયાની આ સંવેદનશીલતા ખુબ જ પસંદ આવી હતી.

કોઈની મોતનુ જવાબદાર બનવુ, ભલે ને એ અજાણતા થયુ હોય. પણ એ કેટલુ દુખ પહોચાડે  એનાથી આપણે વાકેફ નથી.  હ્યુજના મોતનુ દુખ તો બધાને હતુ પણ એબોટની માનશીક પીડાને પણ સમજવી જોઈયે.

એ માટે વિદેશી મીડીયાએ હ્યુજના અંતીમ સંસ્કારમાં આવેલા એબોટને એકલો જ છોડી દીધો હતો. તેની પાસે કોઈ પત્રકાર ન હતો ગયો. જેથી એબોટ નર્વસ ના થઈ જાય અને માનશીક રીતે પોતાને ગીલ્ટી ના માની બેસે. આ પ્રકારની સંવેદનશીલતા ભારતીય મીડીયામાં તમને દેખાય છે ખરી?

એબોટ ખુદ ટ્રેસમાં હતો અને એવામાં કોઈ ભાંડ પત્રકાર દ્વારા એના મોઢામાં માઈક ઘુસાડી, તમને કેવુ લાગે છે? કે પછી તમે તમારી જાતને જવાબદાર માનો છો? ટાઈપ ક્વેશ્ચન કરવામાં આવ્યા હોત તો એબોટ બીચારો શુ જવાબ આપત. પણ થેન્ક્સ ટુ વિદેશી મીડીયા એમને એવુ ના કર્યુ. એને કહેવાય સમજણ, સેન્સીટીવીટી,મેચ્યોરીટી.

આ બધુ એટલા માટે યાદ કરાવવુ પડે છે કેમ કે SSR ના સ્યુસાઈડ કેસમાં રીયા ચક્રવર્તી સાથે મીડીયા જે કરી રહ્યુ છે એ એક પણ એંગલથી સાચુ,સારૂ કે વ્યાજબી નથી. આ એ જ મીડીયા છે જેને પહેલા તો આ કેસને બોલીવુડના નેપોટીઝમ સાથે જોડવાનો પ્રયત્ન કર્યો હતો પણ એમાં નિષ્ફળ જતા અને તપાસમાં પૈસા વાળી એંગલ શુ આવી, રીયા ચક્રવર્તી જેને કોઈ ઓલખતુ ન હતુ એને નેશનલ ઈશ્યુ બનાવી દીધી. એ દોષી છે કે નહી એ તો સમય અને કોર્ટ નક્કી કરશે પણ અત્યારે એની જે હાલત મીડીયાએ બનાવી રાખી છે એની ઉપર વિચાર કરવા જેવો છે.

ભારતીય મીડીયાએ ટ્રાયલ ચલાવી રીયા ચક્રવર્તીની જીંદગીની દરેક બાબતને પબ્લીક ડોમૈનમાં લાવી દીધી છે. હવે રીયા પાસે એની પ્રાઈવેશી જેવુ કંઈ વધ્યુ જ નથી. એના જુના બોયફ્રેન્ડથી માંડી,એનો એપ્રોચ હોય કે સ્વભાવ,કે બેન્ક એકાઉન્ટ હોય કે,ફોન કોલ્સ કે, ચેટીંગ બધુ જ મીડીયા દ્વારા પબ્લીક કરી દેવાયુ છે. રોજ એના ઉપર મીડીયા દ્વારા સુશાંતના મર્ડરનો આરોપ લગાવાય છે એ અલગ.  નથી તપાસ પુરી થઈ કે નથી કોર્ટનુ જજમેન્ટ આવ્યુ.

ટી.વીમાં ન્યુઝ જોઈ જે લોકો માની બેઠ્યા છે કે, રીયાનો હાથ છે આ કેસમાં એ લોકો ટ્વીટર પર ગઈ કાલે રાજદીપના રીયા સાથેના ઈન્ટરવ્યુને લઈ કાહ્યા-કાહ્યા થઈ ગયા હતા. એ લોકો ખરેખર તો આજ-તક ને એન્ડોર્સ કરે છે પણ રાજદીપને નથી કરતા. એમનુ એવુ કહેવુ હતુ કે આ કેસમાં જે એક્યુજ છે એનુ ઈન્ટર્વ્યુ લીધુ જ કેમ? કેમ ભાઈ આખો દિવસ મિડીયા એક જ તરફી એક વ્યક્તિની વિરૂધમાં સ્ટોરી ઉપર સ્ટોરી ચલાવે,ડીબેટ ઉપર ડીબેટ કરે એને પોતાનો એકવાર પણ પક્ષ રાખવાનો અધીકાર નથી?

ટી.વી. ન્યુઝમાં જે ત્રણ ચાર વ્યવસ્થિત ચેહરા કે નામ વધ્યા છે એમાના એક છે રાજદીપ, એ પણ પોસાતા નથી ? રાજદિપ જેવા પત્રકારોની વાત પછી કોઈ દિવસ…

આવા પ્રકારનુ રીપોર્ટીંગ રીપબ્લીક અને બીજી અન્ય એક બે ચેનલે પણ સુનંદા પુસ્કરના સ્યુસાઈડ કેસમાં કર્યુ હતુ, કોન્ગ્રેસના નેતા શશી થરૂરના મોઢામાં માઈક પરાણે ઘુસાડી તેમને ગીલ્ટી સાબીત કરતા હોય એવા સવાલો કરી રહ્યા હતા. એતો સારૂ કે જે દિવસે સુનંદા પુસ્કરે સ્યુસાઈડ કર્યુ ત્યારે શશી થરૂર દિલ્લીમાં હાજર જ ન હતા, શશી થરૂર એ વખતે જયપુર ખાતે ઓલ ઈન્ડીયા કોન્ગ્રેસ વર્કીંગ કમીટીની ચીંતન સીબીરમાં હાજર હતા, નહી તો એ મીડીયાએ ગમે તેવા કુતર્કો કરી તેમને પણ મીડીયાકોર્ટમાં સુનંદા પુસ્કરની મોતના દોષી જાહેર કરી દીધા હોત.

ગઈ કાલે ટ્વીટર પર રાજદિપ વીરૂધ્ધ ટ્રેન્ડ થવુ હોય એતો ચીંતાનો વિષય છે જ, પણ ગામડાઓ કે નાના શહેરોમા઼ પણ લોકો માની બેઠ્યા છે કે SSR સ્યુસાઈડ કેસમાં રીયાનો હાથ લાગે છે. આ લોકોનુ માનવુ મીડીયાના અથાગ પ્રયત્નના કારણે શક્ય બન્યુ છે. એમને જ આ કેસને ઓવરહાઈલાઈટ બનાવ્યો.

આની ઉપર નોનસ્ટોપ કવરેજ ત્યારે થઈ રહ્યુ હતુ જ્યારે કોરોનાના કેસ 200-500 ની જગ્યાએ હજારોમાં આવી રહ્યા હતા અને એક તરફ સરકાર પેટ્રોલનો ભાવ વધારી રહી હતી.

મેઈનસ઼્ટ્રીમ મીડીયા એક ખબર ને દબાવવા બીજી ખબર લાવતી હોય છે એ વાત જગજાહેર છે. આ કેસમાં પણ કઈ એવુ જ છે લોકડાઉનમાં કરોડો મજુર બેરોજગાર થઈ ગરીબ અને દેવામાં ડુબી ગયા એમની સમષ્યાને સંતાડવા આવી ખબરને પ્રાધાન્યતા આપવામાં આવી હતી. મીડીયા માટે કહેવાયુ છે કે એને વોઈસ ઓફ વોઈસલેસ બનવુ જોઈયે પણ જે આવી કોરોનાની કપરી પરિસ્થિતીમાં મજુરને,ગરીબને તરછોડી, તેમની સમષ્યાને દરકીનાર કરી SSR કેસને કલાકો સુધી સ્યુડીયોમાં બેસી છાટકાઓની માફક કવરેજ આપે તો આવી મીડીયા પાસે સંવેદનશીલતાની માંગ કરવી એ મારી અને તમારી ભુલ નહી પણ મુર્ખામી કહેવાય.

મને લાગે છે કે આજની ભારતીય મીડીયા ભુલી જ ગઈ છે કે એનુ કાર્ય જેની પાસે અવાજ નથી જે સક્ષમ નથી એના વતી તરફથી બોલવાનુ છે. 

Contribute Your Support by Sharing this News: