ગરવી તાકાત,કાંકરેજ

બનાસકાંઠાના કાકંરેજ તાલુકામાં એક નાની અમથી બાબતમાં જુથ અથડામણ થવા પામેલ હતુ, જેમાં બે અલગ અલગ જાતીના લોકો તીક્ષ્ણ હથીયારો વડે સામ સામે આવી જતા 1 જણનુ મોત નીપજ્યુ હતુ તથા 5 લોકોને ગંભીર ઈજાઓ થવા પામેલ હતી.

આ જુથઅથડામણ એક સામાન્ય બાબત ઉપર થઈ હતી જેમાં રીક્ષાને સાઈડ આપવા બાબતે બોલચાલ થઈ હતી જેનુ સ્વરૂપ મોટી થઈ જતા બન્ને જુથ વચ્ચે મોટી ટસલ થતા, બન્ને જાતીના લોકો સામસામે તીક્ષ્ણ હથીયારો લઈ એકબીજા ઉપર હુમલો કરતા 6 લોકોને ખતરનાખ ઈજાઓ થવા પામેલ હતી, અને જેમા એક જણનુ સારવાર દરમ્યાન મોત થવા પામેલ હતુ.

આ પણ વાંચો વિસનગરમાં સામાન્ય બાબતે હત્યા કરનાર આરોપીને કોર્ટે જન્મટીમની સજા ફટકારી

આ બનાવની જાણ પોલીસને થતા આ બનાવના સ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે પાટણની એક પ્રાઈવેટ હોસ્પીટલમાં ખસેડાયા હતા.ત્યારે આજે પાટણની પ્રાઈવેટ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન ઠાકોર ચેલાજી નુ મોત થવા પામેલ હતુ. આ જુથ અથડામણની બાબતે સુરેશજી ઠાકોર અને ગુલાબસીંહ વાઘેલાએ એકબીજા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.આ બનાવ બાદ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી દીધો હતો.અને બન્ને ફરિયાદીની જણાવ્યા મુજબ પોલીસે તપાસ હાથ ધરી હતી.

Contribute Your Support by Sharing this News: