symbolic image

મહેસાણામાં આવેલી મહાવીર જ્વેલર્સમાંથી 1 શખ્સ સોનાની ખરીદી કરવાના બહાને આવી, સોનાની ચેઈન લઈ ભાગી ગયો હતો. તેની પાછળ શહેરના જળશક્તિ સર્કલ સુધી દુકાનદારે પીછો કરી ત્યા ઉભેલી પોલીસની મદદથી આ શખ્સને ઝડપી લેવાયો હતો. જ્વેલરીની દુકાનમાંથી ચેઈન લઈ ભાગી જનાર આ શખ્સને પોલીસે ધરપરકડ કરી તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી.

મહેસાણાના આઝાદ ચોકમાં આવેલી મહાવીર જ્વેલર્સમાં ગઈકાલે 3 વાગ્યાની આસપાસ સોનાની ખરીદી કરવા એક શખ્સ આવેલ. અહિ તેને વેપારીને સોનાની ચેઈન બતાવવાનુ કહેતા દુકાનદારે આ શખ્સને જુુદી જુુદી ડીઝાઈનની ચેઈન બતાવેલ. જ્વેલર્સવાળા તેને સોનાન ચેઈન બતાવી રહ્યા હતા ત્યારે આ શખ્સે તેના ભાઈને બતાવવુ પડશે એમ કહી તેના ફોટા પણ પાડેલા. ખરીદીની વાત ચાલી રહી હતી એવામાં આ શખ્સ ચેઈન લઈ ભાગ્યો હતો. પરંતુ તેને દુકાનમાં ઉભેલા અન્ય વ્યક્તિએ પકડવાનો પ્રયાસ કરેલો પણ તેને ધક્કો મારી ચોર દુકાનમાંથી નાશી ગયેલો.

આ પણ વાંચો – #મહેસાણા : ભાજપના નવનિયુક્ત જીલ્લા અધ્યક્ષે નીતીન પટેલની હાજરીમાં પદભાર સંભાળ્યો

દુકાનદાર આ ચોરનો પીછો કરતા પાછળ ગયેલા જ્યા ચેઈનની લુંટ કરી ભાગેલો શખ્સ દોડીને શહેરના ખોડીયાર માતાના મંદીરથી લઈ છેક હૈદર ચોક સુધી પહોંચી ગયેલો જ્યાથી તેને રીક્ષામાં બેસી ફુવારા તરફ જવાનો પ્રયાસ કરેલો. પરંતુ તેમનો પીછો કરતા દુકાનદારે શહેરના જળશક્તિ સર્કલ પાસે ઉભેલી પોલીસની મદદથી ચોરને દબોચી લીધો હતો. દુકાનમાંથી સોનાની 2 ચેઈન લઈ ફરાર થયેલ શખ્સે રીક્ષામાં પોતાનો સર્ટ પણ બદલી નાખ્યો હતો જેથી તે આસાનીથી ઓળખાય નહી.

પકડાયેલા આ આરોપી પાસેથી બન્ને ચેઈન ઝપ્ત કરવામાં આવી હતી. પોલીસની પુછપરછમાં આ વ્યક્તિનુુ નામ જીગર નરેન્દ્રકુમાર રાવત જાણવા મળ્યુ હતુ જે મુળ દાંતીવાડાનો રહેવાશી છે. પોલીસે આ શખ્સની ધરપકડ કરી તેની વિરૂધ્ધ લુંટના આરોપસર આઈપીસી કલમ 392 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

 

Contribute Your Support by Sharing this News: