યાત્રાધામ શામળાજીમાં શનિવારે શ્રીકૃષ્ણજન્મોત્સવની ઉજવણી થશે, શામળાજી મંદિરમાં જન્માષ્ટમીના પર્વ નિમિત્તે લાઈવ પ્રસારણ કરી ભગવાનનો જન્મોત્સવ ઉજવવામાં આવશે.

ગરવીતાકાત,અરવલ્લી: યાત્રાધામ શામળાજી ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી શનિવારે હર્ષોલ્લાસથી ઉજવવા માટેની તડામાર તૈયારીઓ થઈ રહી છે. શામળાજી મંદિરને આસોપાલવ અને આંબાના તોરણોથી શણગારાયું છે. મંદિરને રંગબેરંગી લાઇટોથી અંદર અને બહાર શણગારવામાં આવી રહ્યું છે.    મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર ગેટ નંબર 1 ને પણ લાઇટિંગની સીરીઝમાં આબેહૂબ શણગાર કરવામાં આવી રહ્યો છે.

શ્રી શામળિયા ભગવાનને આ વર્ષે ચાંદીના ઘરેણાં સોનાના વરખથી મઢેલા તથા ડાયમંડ જડીત મુગટ અને શંખ, ચક્ર, ગદા, પદ્મ સહિતના અવનવા શણગાર પહેરાવી નવાજવામાં આવશે મંદિરની અંદર ફૂલો સહિતનો શણગાર શોભામાં વધારો કરશે. આ વર્ષે જન્માષ્ટમીના ઉત્સવને ભવ્ય વંદના કાર્યક્રમ દ્વારા અમદાવાદની વિખ્યાત કલા સંસ્થાની નૃત્યાંગનાઓની ભવ્ય રજૂઆત ભારતનાટ્યમ અને કુચીપુડી શૈલીમાં કાર્યક્રમો યોજાશે. શામળાજી મંદિરમાં જન્માષ્ટમીના પર્વ નિમિત્તે લાઈવ પ્રસારણ કરી ભગવાનનો જન્મોત્સવ ઉજવવામાં આવશે.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: