ગુજરાત ગાંધીનગર
આજ થી રાજ્યમાં વિધાન સભાનુ સત્ર શરૂ થયેલ છે.જેમાં સરકાર તરફથી વિવિધ બીલો પસાર કરવાની ચર્ચાઓ થઈ રહી છે. જે અંંગે વિધાનસભામાં અપક્ષના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સાથે મીડીયાએ વાત ચીત કરતા તેમને જણાવ્યુ હતુ કે માધ્યમીક અને ઉચ્ચમાધ્યમીક શાળાઓમાં 5000 પ્રવાસી શીક્ષકો કામ કરી રહ્યા છે જે પ્રવાસી શીક્ષકોને માર્ચ મહીના બાદ મતલબ કે લોકડાઉન બાદ મહેનતાણુ ચુકવાયુ નથી જેથી તેમની આર્થીક પરીસ્થીતી કફોડી બની ગઈ છે. આ અંગે અમે શીક્ષણ મંત્રીને મળવા ગયા હતા પંરતુ અમને મળવા દેવામા નથી આવ્યા જેથી આ મુદ્દો હવે અમે વિધાનસભામાં ઉઠાવશુ.

આ પણ વાંચો – ગાંધીનગર: વૈકલ્પીક આવાષો ફાળવ્યા વગર ગરીબના 500 ઝુંપડાઓ તોડવામાં આવશે

 તેમને વધુમાં ઉમેર્યુ હતુ કે સરકાર આ 5000 ને દરકીનાર કરી એ સાબીક કરી રહી છે કે તેમને 5000 પરીવારની કઈ પરવા નથી જે ખરેખર અમાનવીય છે, સરકારનુ આ પગલુ 5000 શીક્ષકોના પેટ ઉપર લાત મારવા સમાન છે જેથી મારી ધારસભ્ય તરીકે ફરજ બને છે કે મારે આ પ્રવાસી શીક્ષકોના પડખે ઉભુ રહેવુ જોઈયે. તથા વિધાનસભામાં અન્ય ધારાસભ્યોને પણ આ અંગે વિશ્વાષમાં લઈ સરકાર સમક્ષ માંગ કરીશુ કે આ પ્રવાસી શીક્ષકોને વેતન આપવામાં આવે તથા તેમને કાયમી કરવાની માંગ પણ ઉઠાવશુ.
Contribute Your Support by Sharing this News: