ગરવીતાકાત,સ્પોર્ટ્સ 

ઇન્ડીયન પ્રીમિયર લીગના ૨૦૨૦ સત્રની શરૂઆત ૨૯ માર્ચના મુંબઈના આઈકોનિક વાનખેડે સ્ટેડીયમમાં હશે. વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ ટીમે પોતાના ઘરમાં રમતા ટાઈટલ બચાવવા પોતાના અભિયાનની શરૂઆત કરશે. આઈએએનએસથી વાત કરતા દિલ્હી કેપિટલ્સના એક અધિકારીએ જણાવ્યું છે કે, શરુઆતની તારીખ ૨૯ માર્ચ સુધી નક્કી કરી દીધું છે. અધિકારીએ જણાવ્યું છે કે, ‘મને બતાવવામાં આવ્યું છે કે, આઈપીએલના ૨૦૨૦ સત્રની શરૂઆત ૨૯ માર્ચના મુંબઈમાં થશે. તેનો અર્થ એ હશે કે, શરૂઆત મેચમાં રમનારી કેટલીક ટીમોને ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડના ખેલાડીઓની સેવાઓ મળશે નહીં.

તેનો કારણ એ છે કે, તે સમય ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની વચ્ચે ટી-૨૦ સીરીઝ ચાલી રહી હશે અને આવી રીતે ઇંગ્લેન્ડ અને શ્રીલંકાની ટીમ ટેસ્ટ સીરીઝ રમી રહી છે, જેની સમાપ્તી ૩૧ માર્ચના થશે. આઈએએનએસથી વાત કરતા જણાવ્યું છે કે, એક ફેન્ચાઈઝી સીનીયર અધિકારીએ આ અગાઉ કહ્યું હતું કે, આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ એક વખત ફરીથી જુના ફ્રોમેટના આધારે ડબલ હેડરનું આયોજન કરશે અને આ ટુર્નામેન્ટ ૧ એપ્રિલથી શરુ થશે. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ આ સીઝનમાં વધુથી વધુ ડબલ હેડર કરાવવાના પક્ષમાં છે કેમકે તેમનું માનવું છે કે, જેનાથી દર્શકોને સારો વ્યુઈંગ ટાઈમ મળી શકશે.

Contribute Your Support by Sharing this News: