મહેસાણા : દેશમાં એક બાજુ અલીગઢમાં 2.5 વર્ષની બાળકીની કરપીણ હત્યાના કારણે ઉકળતા ચરૂ જેવી સ્થિતી છે, ત્યારે ગુજરાતમાં એક જઘન્ય ઘટના સામે આવી છે. મહેસાણામાં સગા બાપે જ પોતાની દિકરીને મારી નાંખી હોવાની ઘટના સામે આવી છે. મહેસાણાના વિસનગર ખેરાલુ રોડ પર આવેલી ઝુપડપટ્ટીમાં રહેતા શ્રમજીવી પરિવારમાં પારિવારિક ઝઘડાના કારણે પિતાએ એક વર્ષની પુત્રીને પટકી પટકીને તેની હત્યા કરી નાંખી છેરાજ્યમાં અને દેશમાં બાળકીઓ પરના અત્યાચારના કિસ્સાઓ એક પછી એક સામે આવી રહ્યાં છે. બે દિવસ પહેલાં અમદાવાદમાં પણ અદાવતના એક બાળકીને હત્યા કરી નાંખવાનો કિસ્સો બન્યો હતો. જ્યારે સમગ્ર દેશમાં હાલમાં અલીગઢનો મર્ડર કેસ ચર્ચાનું કારણ બન્યો છે. મહેસાણામાં ઘટેલી ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે જઈને વધુ તપાસ હાથ ધરી છે.
બુટલેગર અદાવતમાં હુમલો કરી 20 દિવસની બાળકીની કરી હતી હત્યા: અમદાવાદમાં 7મી જૂનના રોજ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં જૂની અદાવતમાં આતંક મચાવ્યો હતો. બુટલેગરો અને તેના સાગરીતોએ હસન જીવાભાઇની ચાલીમાં ઘરમાં ઘુસીને મહિલાને માર માર્યો હતો. જેમાં 20 દિવસને માથામાં ધોકો મારતા બાળકીનું મોત નીપજ્યું હતું. મેઘાણીનગરના હસન જીવાભાઈની ચાલીમાં સતીશ પટણી નામનો બુટલેગર અને તેના સાગરીતો ગોપાલ પટણી, દિપક પટણી, હિતેશ મારવાડી, લખન ઠાકોર ધોકા અને પાઇપ લઈને આવ્યા હતા. પહેલા બહાર બેઠેલી મહિલાઓને માર મારવામાં શરૂ કર્યું હતું. એક મહિલાના હાથમાં 20 દિવસની બાળકી હતી જેના માથા પર ધોકો મારતા બાળકીનું મોત નીપજ્યું હતું.