સ્પા સેન્ટરની સંચાલિકાને પ્રેમજાળમાં ફસાવીને લાખો રૂપિયાની ચોરી કરનાર પૂર્વ પતિ સંદીપ જોશીની વેજલપુર પોલીસે ધરપકડ કરી છે. સંદીપે કાયદાકિય ચૂંગલ માંથી છટકવા માટે સ્પા સેન્ટરની સંચાલિકાના પગે પડીને પોલીસ સ્ટેશનમાં માફી માંગવાનું નાટક રચ્યું હતું. સંદીપ ગ્રાહક બનીને સ્પા સેન્ટરમાં મસાજ કરવા માટે આવ્યો હતો અને સંચાલિકાને પ્રેમજાળમાં ફસાવી હતી.

ઉલ્લેખનીય છે કે, ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે સાબરમતી વિસ્તારમાં આવેલ નંદની સોસાયટીમાં રહેતો સંદીપ જોશી હાલ પોલીસ સકંજામાં આવી ગયો છે. અંદાજિત બે વર્ષ પહેલાં સંદીપ આંબાવાડી વિસ્તારમાં આવેલ એક સ્પા સેન્ટરમાં મસાજ કરવા માટે ગયો હતો. સંદીપે  સ્પા સેન્ટરની સંચાલિકા પૂજા શાહ નામની ડિવોર્શી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી. અમદાવાદમાં પૂજાના 3 સ્પા સેન્ટર હોવાથી તેને પૂજાને વિશ્વાસમાં લીધી હતી અને એક સ્પા સેન્ટરનો ભાગીદાર બની ગયો હતો.

પૂજા પાસે રૂપિયા હડપ કરવા માટે તેને નારોલના એક મંદિરમાં લગ્ન પણ કરી લીધા હતા. પૂજાનું પરિવાર કલકત્તા રહેતું હોવાથીતે થોડાક દિવસો માટે ત્યાં ગઈ હતી જેનો લાભ લઈને સંદીપ સ્પા સેન્ટરમાં નોકરી કરતી એક યુવતી સાથે નાસી ગયો હતો અને લાખો રૂપિયાની ચોરી કરી હતી. નોર્થઈસ્ટ યુવતી સાથે અલગથી સ્પા સેન્ટર શરૂ કર્યું હતું.

પૂજના ઘરેથી સંદીપે લાખો રૂપિયાની ચોરી તેમજ બુલેટ લઈને નાશી ગયો હતો. સંદીપે પૂજા સાથે વિશ્વાસઘાત કરતા તેને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. સંદીપ છેલ્લા ઘણા સમયથી ફરાર હતો ત્યારે પોલીસ પણ તેને પકડવામાં નાકમિયાબ રહી હતી. સંદીપ સાથે બદલો લેવા માટે પૂજાએ તેને વિશ્વાસમાં લીધો હતો અને પ્રેમથી બોલાવ્યો હતો જ્યાં પોલીસે તેને ઝડપી લીધો હતો.