અરવલ્લી જિલ્લા નું મુખ્ય મથક મોડાસા પાંચ વર્ષમાં રાજયનાં ટોપટેન શહેરોમાં હશે.

શેર કરવા અહીં ક્લિક કરો.

   સાબરકાંઠામાંથી અલગ થયેલા અરવલ્લી જિલ્લાનો હરણફાળ વિકાસ: આરોગ્ય, વેપાર અને વિદ્યાનગરી તરીકે મોડાસાની આગવી ઓળખ બની છેસાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લો ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ રાજ્યના ૨૯ મા જિલ્લા તરીકે સરકાર દ્વારા જુદો પાડવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લો જુદો પડ્યા પહેલાં સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગર સુધી અરવલ્લીના અંતરિયાળ ગામોના લોકોને ૧૦૦ થી વધુ કિમી કાપીને નાનામાં નાના કામ માટે લાંબા થવું પડતું હતું. ત્યારે અરવલ્લી જિલ્લો બનવાથી અંતરીયાળ ગામોના લોકોને દૂર સુધી જવામાંથી મુક્તિ મળી છે.સરકાર દ્વારા થોડા સમયમાં જ જિલ્લા સેવા સદન ઉભુ કરી દીધું છે અને લોકોના નાના મોટા દરેક કામો મોડાસા ખાતે આવેલ સેવા સદનની કચેરીઓ મારફતે થઈ રહ્યા છે. ટૂંક સમયમાં જ જિલ્લામાં વિકાસના કામોએ હરણફાળ ભરી છે જેમાં જિલ્લાના મુખ્ય મથક મોડાસા સહિત આસપાસના વિસ્તારોમાં પણ વિકાસના અનેક કામો થયા છે.નવીન જીઆઈડીસી, દેવની મોરીનું ડેવલોપમેન્ટ તેમજ ઘરના રસોડા સુધી ગેસની પાઈપ લાઈન માટે કામ ચાલુ કરી દેવામાં આવ્યા છે ત્યારે મોડાસાના શહેરીજનોને ટૂંક સમયમાં જ ગેસ પાઈપ લાઈન દરેક ને ઘરે ઘરે મળશે. સાથે જિલ્લામાં સિવિલ હોસ્પિટલ માટે પણ જગ્યા ફાળવી દેવામાં આવી છે અને નજીકના ભવિષ્યમાં સિવિલ હોસ્પિટલ પણ તૈયાર થઈ જશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. ત્યારે અરવલ્લી જિલ્લો વિકાસના માર્ગે હરણફાળ ભરી રહ્યો હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.૧૫ ઓગસ્ટ ૨૦૧૩ પહેલાં અરવલ્લી જિલ્લાના છેવાડાના ગામોમાંથી લોકોને નાનામાં નાના કામ માટે ૧૦૦ કિમી કરતાં પણ વધારે અંતર કાપીને સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગર ખાતે જવું પડતું હતું. જ્યાં જવા માટે લોકોને આખો દિવસ ફાળવવો પડતો હતો. બાદમાં મોડાસા સાબરકાંઠાના આદિજાતિ-પ્રભુત્વવાળા વિસ્તારોમાંથી બનાવવામાં આવેલા નવા અરવલ્લી જીલ્લાનું વડુમથક બન્યું.નવીન જીલ્લો 26 જાન્યુઆરી 2013 ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો અને 15 ઓગસ્ટ 2013 ના રોજ બનાવવામાં આવ્યો હતો. મોડાસા પ્રાંતીય અને રાષ્ટ્રીય સ્તરે કૃષિ નિકાસ માટે એક આર્થિક કેન્દ્ર છે. આસપાસના ગામો માટે એક કેન્દ્ર તરીકે, મોડાસા નિવાસીઓ અને પ્રવાસીઓ બંને માટે પરિવહન કેન્દ્ર તરીકે કાર્ય કરે છે. અને મોડાસા ખાતે કેટલીય મોટી હોસ્પિટલો આવેલી છે. જેના કારણે આ શહેર ઉત્તર ગુજરાતના લોકો અને દક્ષિણ રાજસ્થાનના કેટલાક સ્થળાંતરિત લોકો માટે આરોગ્યનું કેન્દ્ર પણ બન્યું છે.નવી ફાર્મસી અને એન્જિનિયરિંગ કૉલેજો અને સીબીએસઇ શાળા વધુ પરંપરાગત શૈક્ષણિક શિક્ષકોની પૂરવણી સાથે,મોડાસા ક્ષેત્ર માટે શિક્ષણ કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. શહેરમાં હવે કાયદા, વિજ્ઞાન, શિક્ષણ, આર્ટસ, વાણિજ્ય, અને ફાર્મસીની કૉલેજ છે, તેમજ એમબીએ બીબીએ અને બીસીએ સ્તરો માટે અભ્યાસ અને વ્યવસાય ઉપલબ્ધ છે.સરકારી ઇજનેરી કોલેજ દ્વારા સંચાલિત અભ્યાસક્રમોમાં યાંત્રિક, કમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક્સ અને સંચાર, સિવિલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ અને ઓટોમોટિવ એન્જિનિયરિંગનો સમાવેશ થાય છે. ત્યારે વિકાસની હરણફાળ ભરતો અરવલ્લી જિલ્લો આગામી પાંચ વર્ષમાં કેટલાય વિકાસના સોપાનો સર કરશે.આવનાર વર્ષોમાં મોડાસા વિકાસની ઊંચાઇને આંબી જશે : કમલેશ પટેલ, ક્રેડાઈ, અરવલ્લી જિલ્લા પ્રમુખઅરવલ્લી જિલ્લો બન્યા બાદ થયેલા વિકાસ અંગે ક્રેડાઈના અરવલ્લી જિલ્લા પ્રમુખ કમલેશ પટેલઅે  જણાવ્યું હતું કે આવનારા સમયમાં અરવલ્લી જિલ્લો વિકાસની જે હરણફાળ ભરી રહ્યો છે તે જોતાં આવનારા પાંચ વર્ષમાં ગુજરાતના મેટ્રોસીટી સિવાયના ટોપ ૧૦ શહેરોમાં મોડાસા હશે. અરવલ્લી જિલ્લો અને મોડાસા શહેર બધી જ રીતે મોખરે રહેશે. જિલ્લાના અધિકારીઓ પણ  નવીન જીઆઈડીસી, દેવની મોરીનું ડેવલોપમેન્ટ, નવીન સિવિલ હોસ્પિટલ તેમજ ઘરે ઘરે ગેસની પાઈપ લાઈનના જોડાણની દિશામાં અંગત રસ લઈ કામને ગતિ આપી રહ્યા છે. તે જોતાં આવનારા વર્ષોમાં મોડાસા વિકાસની નવી ઉંચાઈઓ આંબશે મોડાસા વિકાસનાં કામોથી ધમધમી રહ્યું છે પરંતુ આગામી એકાદ વર્ષમાં મોડાસાની મેશ્વો નદિના કિનારે રીવર પાર્કનું કામ પૂર્ણ થઈ જશે. જ્યારે મોડાસા શહેરમાં ભૂગર્ભ ગટરલાઈનના પણ કામો ચાલુ છે અને તેની સુવિધા પણ લોકોને ટૂંક સમયમાં જ મળતી થઈ જશે. સાથે આસપાસના વિસ્તારમાંથી મોડાસા ખાતે ખરીદી કરવા માટે પણ લોકો આવતા હોવાથી મોડાસા એ બજારો માટેનું ખરીદ વેચાણ કેન્દ્ર તરીકે પણ ઉભરી રહ્યું છે.સુભાષભાઈ શાહ, પ્રમુખ મોડાસા નગરપાલિકાશિક્ષણનગરી હોવાથી રીયલ એસ્ટેટનો વિકાસ થયો છેમોડાસા આરોગ્ય નગરી તેમજ શિક્ષણ નગરી તરીકે પણ આગવી ઓળખ ધરાવે છે ત્યારે આજુબાજુના જિલ્લાઓ તેમજ તાલુકાઓમાંથી વિદ્યાર્થીઓ મોડાસા ખાતે ભણવા આવે છે. આસપાસના ગામડાઓમાંથી તો લોકો પોતાના ઘર બંધ કરીને મોડાસા ખાતે ભાડે રહીને પણ પોતાના સંતાનને ભણાવવા માટે મોડાસા ખાતે આવે છે.એક અંદાજ પ્રમાણે મોડાસામાં ધો-૧૦ થી સ્નાતક, અનુસ્નાતક કક્ષાએ ૧૨ થી ૧૫ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ મોડાસા બહારના અભ્યાસ કરવા આવતા હોય છે. જેના કારણે કેટલાક પરિવારો મોડાસામાં જ સ્થાઈ થાય છે ત્યારે મોડાસામાં રીયલ એસ્ટેટ ક્ષેત્રે પણ આવનારો સમય મહત્વનો બની રહેશે અને જે ગતિથી મોડાસા આગળ વધી રહ્યું છે તે જોતાં આ જ ગતિમાં કદમતાલ ન મિલાવનાર પાછળ છુટી જશે તે નિશ્ચિત છે

શેર કરવા અહીં ક્લિક કરો.