છ લાખ પરીક્ષાર્થીઓની મહેનત એળે નહીં જાય, ખોટા લોકોને નોકરી નહીં મળે: C.M રૂપાની

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,ગાંધીનગર(તારીખ:૦૫)

ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળે લીધેલી બિન સચિવાલય કલાર્કની પરીક્ષાનાં પેપરના સેન્ટરો ઉપર વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ થઈ હોવાનું ઉમેદવારો પુરાવા સાથે દાવા કરી રહ્યાં છે. ગઇકાલથી ગાંધીનગરમાં હજારોની સંખ્યામાં યુવાનો સરકાર સામે વિરોધ કરવા માટે એકઠા થયા છે. ગઇકાલે વહેલી સવારથી અત્યાર સુધી આ યુવાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. જેમાં ગઇકાલે આશરે 800 જેટલા લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. આ મામલામાં આજે વિદ્યાર્થી ઉમેદવારોનાં આગેવાનો યુવરાજસિંહ જાડેજા અને હાર્દિકે આજે કલેક્ટરને મળવા ગયા હતા. જ્યાં તેમણે માંગ કરી હતી કે આ મામલામાં SITની રચના થાય અને આ કમિટિમાં કોઇપણ રાજકીય નેતા ન હોય. જોકે, કલેક્ટરે પણ આ આગેવાનોને તેમની વાત સકારાત્મક રીતે સીએમ સુધી પહોંચાડશે તેવી સાંત્વનાં આપી છે. આગેવાનોએ ચિમકી આપતા કહ્યું છે કે, આ એસઆઈટીની રચના થશે પછી જ અમે આંદોલનને શાંત પાડીશું.

આ અંગે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આણંદનાં એક કાર્યક્રમમાં ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું છે કે, સીએમ વિજય રૂપાણીએ આ અંગે જણાવતા કહ્યું છે. વિદ્યાર્થીઓની લાગણી છે કે, ગૌણ સેવા દ્રારા લેવાયેલી પરીક્ષામાં પેપર લીક થયા છે ગેરરીતિ થઇ છે આ અંગે સરકારનું મન ઘણું ખુલ્લું છે. સંપૂર્ણ તપાસ અને તેના આધારે પગલા લેવા માટે સંમત છે. સરકાર માને છે કે પરીક્ષા આપવા માટે છ લાખથી વધુ લોકોએ જે મહેનત કરી છે તે એળે ન જાય અને જે લોકો ખોટા છે તે લોકો નોકરી ન લઇ જાય. આ બંન્ને બાબતોને ધ્યાનમાં રાખીને સરકાર સહમત છે. ત્યારે વિદ્યાર્થીઓ પ્રશ્નનાં સોલ્યુસન તરફ આગળ વધે. ઉમેદવારોની કલેક્ટર સાખે બેઠક મળી છે. આ સમસ્યાનું નિરાકરણ થશે. સરકારની લાગણી છે કે પારદર્શી રીતે જ સરકારની ભરતી થવી જોઇએ. વિદ્યાર્થીઓની માંગણીને સરકાર ચોક્કસ ધ્યાન આપશે. અમારી વાતચીત તેમની સાથે ચાલી રહી છે


ઉમેદવારોનાં આગેવાનોએ SITની રચાની માંગ કરી: ઉમેદવારોનાં આગેવાન યુવરાજસિંહ જાડેજાએ આ અંગે જમાવ્યું કે, ‘અમે સરકારને કહ્યું છે કે આ મામાલાને તપાસવા માટે એસઆઈટીની બનાવવામાં આવે. જેમાં એક સભ્ય ઉમેદવારો તરફથી રહેશે. આ કમિટિમાં કોઇપણ રાજકીય નેતા ન હોવા જોઇએ. આઈપીએસ, આઈએએસ કક્ષાનાં અધિકારી હોવા જોઇએ જેથી આ મામલામાં નિષ્પક્ષ તપાસ થાય.’ અમારી પાસે પરીક્ષામાં ગેરરીતિનાં નક્કર પુરાવા છે એટલે આ કમિટિ તપાસમાં પરીક્ષા રદ થશે તેવો અમને વિશ્વાસ છે. પરીક્ષા રદ નહીં થાય ત્યાં સુધી અમે ધરણાં ચાલુ જ રાખીશું.’

ગમ્યું તો આગળ શેર કરો.