ગરવીતાકાત,અરવલ્લી: શ્રી ગુરુ શિવાનંદજી આશ્રમ, બાબા રામદેવજી મંદિર, મહાસતી જસમા માં મંદિર તળાવ બેટ ઓરવાળા તા ગોધરા ખાતે લોકદેવતા બાબા રામદેવજી મહારાજ ના પ્રાગટય પ્રસંગ ભાદરવા સુદ નોમ અને દશમ ના દિવસે બે દિવસીય બાબા રામદેવજી મહારાજ ભવ્ય નેજા મહોત્સવ યોજાયો હતો જેમાં મોટી સંખ્યા માં ગુજરાત ભરમાંથી સાધુ,સંતો તેમજ હજારો ની સંખ્યા માં ભગવાન ના નેજા લઈ ભક્તો જોડાયા હતા.જેમાં નોમ ના દિવસે ભવ્ય સંતવાણી, ભોજન ભંડારો, પાટોત્સવ નિમિત્તે માં.ઉત્તરપ્રદેશ  મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી મહારાજ સંચાલિત હિન્દૂ યુવા વાહીની ગુજરાત ના પ્રદેશ અધ્યક્ષ વિકાસ આહીર, સાઈલીલા ગ્રુપ અધ્યક્ષ અમિતસિંહ રાજપૂત, મધ્યગુજરાત ધર્માંધ્યક્ષ મહંત શ્રી અરવિંદગીરીજી, પ્રદેશ પ્રચારક હર્ષુ પંડ્યા, મહીસાગર જિલ્લા અધ્યક્ષ વિશાલ જોશી, છોટાઉદેપુર પ્રભારી દિનેશ ગૌડ, રાજન પ્રણામી- અરવલ્લી, તથા હિન્દુ યુવા વાહીની છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી તેમજ વડોદરા જિલ્લાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ભાદરવા સુદ દશમ ના દિવસે પણ ગુજરાત ભર ના બાબા રામદેવજી ના ભક્તો જોડાયા હતા.જે પ્રસંગે મોડાસા દેવરાજધામ ના મહંત શ્રી  ધનગીરીમહારાજ દ્વારા ભવ્ય સંતવાણી કાર્યકમ યોજવા માં આવ્યો હતો..ઓરવાળા આશ્રમ ના મહંત શ્રી કલ્યાણદાસજી બાપુ દ્વારા ભવ્ય નેજારોહણ કરી ભક્તો ને આર્શીવાદ આપવા માં આવ્યા હતાં.. આ પ્રસંગે હિન્દુ યુવા વાહીની પંચમહાલ તેમજ ગુરુ શિવાનંદજી આશ્રમ સેવા ટ્રસ્ટ ના કાર્યકમ ને સફળ બનાવવા માટે વિશિષ્ટ યોગદાન અને સેવા આપવા માં આવી હતી.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી