ગરવી તાકાત,દિલ્લી

જુન 2020 ના ત્રીમાસીકમાં દેશની જી.ડી.પી. માઈનસ 23.90 થતા સરકાર અર્થતંત્રને ઉભુ કરવા માટે વિદેશી ઈન્વેસ્ટમેન્ટને આકર્ષવા પ્રયત્નો કરવા જઈ રહી છે. જેમાં સરકારે 1.68 ટ્રીલીયન ડોલરના ઈન્વેસ્ટમેન્ટ આવે તેવી યોજના બનાવવાની વિચારણા કરી રહી છે. યુરોપ અને અમેરીકામાં ચીન વિરૂઘ્ધ માહોલ બનતા હવે તે દેશો ઈન્વેસ્ટ કરવા માટે ચીનનો વિકલ્પ શોધી રહ્યા છે. જેમાં વિદેશમાથી ભારતમાં મોબાઈલ ફોનના ઉત્પાદન માટે ઉધોગ સ્થાપવા માટે 1.50 અબજ ડોલરનુ ઈન્વેસ્ટમેન્ટન ભારતતમાં આવી શકે એમ છે. 

આ પણ વાંચો – મુકેશ અંબાણીની RIL 15 લાખ કરોડનુ માર્કેટ કૈપ ધરાવતી પહેલી ભારતીય કંપની બની

ભારતમાં ઉત્પાદન એકમો સ્થાપવા વિદેશી કંપનીઓને આકર્ષિત કરવા સરકાર રૂપિયા 1.68 ટ્રિલિયનના પ્રોત્સાહનો પૂરા પાડવા વિચારી રહી છે. વિદેશની ઓટો કંપનીઓ,ટેક્સટાઈલ, સોલાર પેનલ,ફાર્માસ્યુટેકલ કંપની અને સ્પેશિયાલિટી સ્ટીલથી લઈને કન્ઝયૂમર એપ્લાયન્સ કંપનીઓને ઉત્પાદન થી સંબધીત કંપનીઓને પ્રોત્સાહનો પૂરા પાડવા સરકાર વિચારણા કરી રહી છે.

આમ કોરોનાને લઈ ચીન પ્રત્યે વિશ્વના દેશોમાં વલણ બદલાતા અને ભારતે બીઝનેશ કરવાના નીયમોને સરળ બનાવતા આ ઈન્વેસ્ટમેન્ટ ભારતમાં આવે એ માટે ભારતે પ્રયત્નો હાથ ધર્યા છે. ભારતમાં કોર્પોરેટ ટેક્સનો દર પણ નીચો હોઈ ભારત વિદેશી કંપનીઓને આકર્ષવાના પ્રયત્નો કરી રહી છે. પરંતુ એક રીપોર્ટ અનુસાર જાણવા મળ્યુ છે કે ચીન સીવાય બીજા દેશોમાં જવા માંગતી કંપનીઓની પહેલી પસંદ ભારત નહી પરંતુ મ્યાનમાર, વિયેતનામ જેવા દેશો છે. 

બીજા સાથે સમાચાર શેર કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here