ગયા મંગળવારે રક્ષામંત્રાલયે તેમની વેબસાઈટ ઉપર નવા દસ્તાવેજોમાં બતાવ્યુ હતુ કે ચીને હોટસ્પ્રીંગ ના ઉત્તરમાં પેટ્રોલીંગ પોઈન્ટ 15 ની પાસે, ગોગરા(PP-17A) અને પેગોંગ ત્સોના ઉત્તરી તટના ક્ષેત્રોમાં 17-18 મે ના રોજ સીમાઓનુ ઉલ્લઘંન કર્યુ હતુ.

જોકે, હવે રક્ષા મંત્રાલય (Ministry of Defense)ની વેબસાઇટ પરથી આ દસ્તાવેજ હટાવી દેવામાં આવ્યા છે.

એ દસ્તાવેજોમાં કહેવામાં આવ્યું છે કે 5 મે બાદથી ચીનનું આ આક્રમક રૂપ LAC પર જોવા મળી રહ્યું છે. 5 અને 6 મેના રોજ જ પેન્ગોગ ત્સો ભારત અને ચીન સેનાની વચ્ચે ઘર્ષણ થયું હતું. પરંતુ આ વિગતો આપ્યાના થોડા સમયમાં જ તમામ દસ્તાવેજોને હટાવી દેવામાં આવ્યા છે.

સંરક્ષણ મંત્રાલયના દસ્તાવેજો હટાવ્યા બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.

રાહુલ ગાંધીએ પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે- “ચીન સામે ઉંભુ રહેવાનું તો ભૂલી જાઓ, ભારતના વડાપ્રધાન તો તેમનુ નામ લેવાની પણ હિંમત ધરાવતા નથી. ચીન આપણા ક્ષેત્રમાં છે તેવું નકારી કાઢતા અને વેબસાઇટથી દસ્તાવેજો કા કાઢી નાખતા હકીકતો બદલાશે નહીં.

https://twitter.com/RahulGandhi/status/1291321466856681472?s=20

Contribute Your Support by Sharing this News: