જયદીપ દરજી – ખેડા

વિશ્વ વિખ્યાત અમુલ ચેરમેન પદ મેળવવા માટે પીઢ સહકારી આગેવાનો અને અંદરખાને રાજકીય આગેવાનો મેદાને 

ખેડા – ખેડા અને આણંદ જિલ્લાના કુલ મળી અગિયાર બેઠકો માટેની ચૂંટણી યોજવાની તેમાં ધારાસભ્ય સહિત મોટા નેતાઓની શાખ દાવ પર લાગેલી છે .ઉમેદવારો પોત પોતાના જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે જેમાં ઠાસરા બેઠકના ઉમેદવાર રામસિંહ પરમાર બિનહરીફ જાહેર થયેલ છે કે રામસિંહ પરમાર વર્ષોથી સહકારી ક્ષેત્રના માંધાતા તેમજ રામસિંહ પરમાર ૨૫ વર્ષથી અમૂલ ડેરીમાં ડિરેક્ટર, ચેરમેન સહિત વિવિધ હોદ્દાઓ પર રહી ચૂક્યા છે.. ટેસ્ટ ઓફ ઇન્ડિયા એટલે અમૂલ આંતરાષ્ટ્રીય સ્તરની બ્રાન્ડ બની ગઇ છે. અમૂલ ડેરીની સાથે આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાની ૧૮૧૫ દૂધમંડળીઓ સંકળાયેલી છે. જેમાં ૧૨૧૫ દૂધ મંડળીઓ સક્રિય છે. અંદાજે ૭૫૪૦૦૦ જેટલા પશુપાલકોની માતૃસંસ્થા અમૂલ ડેરી કહેવાય છે. હાલ ૬ લાખ જેટલા દૂધ ઉત્પાદકો સક્રિય છે. ભાજપ અને કોંગ્રેસ આ વખતે પોતપોતાની પક્ષની પેનલ ઉતારી મેદાને પડશે તેવું લાગતું હતું પરંતુ સહકારી ક્ષેત્રમાં તમામ રાજકીય વેરજેર ભૂલીને પૂર્વ ડિરેકટરો સામે ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધેલ છે. પશુપાલકો માટે જીવાદોરી સમાન સહકારી ક્ષેત્રમાં કેટલાક આગેવાનોએ અપક્ષ ઉમેદવારી નોંધાવીને આ વખતની સહકારીક્ષેત્રની ચુંટણીમાં રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે  આણંદ ૧૦૬ ,ખંભાત ૯૮ ,બોરસદ ૯૩ ,પેટલાદ  ૯૪ ,બાલાસિનોર ૮૬ ,કઠલાલ ૯૮ ,કપડવંજ ૧૦૨ .મહેમદાવાદ ૯૮ ,નડીઆદ ૧૦૧ ,માતર ૮૬ અને વિરપુર બેઠક પર ૮૭ મતદારો અગિયાર બેઠકોના પરિણામ નક્કી કરશે જ્યારે ઠાસરા બેઠક પર રામસિંહ પરમાર બિનહરીફ જાહેર થયેલ છે. તમામ બેઠકો પર ઉમેદવારો પોતાની રીતે મહેનત કરીને જીત હાંસિલ કરવા ભરપૂર  પ્રયત્નો કરી રહયા છે . જેમ રાજકારણમાં નિર્ણાયક મત કે પોતાના મત ને સાચવવા અન્ય સ્થળે લઈ જઈને રાખવામા આવે છે તેમ સહકારી ક્ષેત્રના રાજકારણમાં લોભ  ,લાલચ ,વચનોની ભરમાર થકી કે નાણાકીય જોરના લીધે જીત મેળવવા મરણિયા પ્રયાસો થવાના છે તેમાં  શંકાને કોઈ સ્થાન નથી .તો ઉમેદવારો પોતાના જીત માટે શામ ,દામ નીતિ અપનાવી જીત માટે દોડાદોડ કરી રહ્યા છે . શું આટલા બધા ખર્ચ કર્યા પછી કઈ આશાએ ઉમેદવારો યેનકેન પ્રકારે જીત મેળવવા મેદાને પડે છે તે પરિણામ જાહેર થયા બાદ જ મતદારોને ખબર પડશે કે કોણ ક્યાં અને કેવી રીતે ,કોને મદદ કરશે તેની ઉપર સૌ કોઇની આગામી દિવસોમાં નજર રહેશે .

Contribute Your Support by Sharing this News: