કડી પ્રાંત કચેરી મા  એક  મહિલા અને એક વ્રુધ્ધે ઝેરી દવાપી  કરી આત્મહત્યા ની  કોશિશ  ગામ રહેલી પોતની જમીન  બીજાના નામે થઈ જતા  કરી આત્મહત્યા ની કોશિશ પ્રાંત અધિકારી પોતની  અરજી ન સાંભળતા  કચેરી મા કરી આત્મહત્યા ની  કોશિશ ન્યાય નહીં મળતા  પીધી ઝેરી દવા બંને વ્રુધ્ધ ને સારવાર માતે હોસ્પિટલ મા  લઈ  જવાયા જમીન કેસોને લઇ કડી પ્રાંત કચેરી વારંવાર જીલ્લા કલેકટર કચેરીની મૌખિક અને લેખિત સુચનાઓ મેળવી રહી છે. આ તમામ ગતિવિધિ વચ્ચે અનેક કેસો વિલંબમાં જઇ રહયા હોવાનું પણ સામે આવ્યુ હતુ. જેમાં મંગળવારે બપોરે અગોલના પરિવારે જમીન લુંટાઇ ગઇ હોવાના મામલે પ્રાંત કચેરીમાં જ આપઘાતનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો છે. ઘટનાને પગલે પ્રાંત કચેરીમાં સોપો પડી ગયો છે. મહેસાણા જીલ્લાની કડી પ્રાંત કચેરીમાં જમીન કેસોની સુનાવણી, આદેશ અને છેવટે નિકાલ સહિતની પ્રક્રિયાથી અનેકવાર વિવાદો સામે આવી રહયા છે. મંગળવારે બાબુભાઇ પુશાભાઇ ચમાર અને તેમની બહેન સહિત બંનેના જમીન કેસ મામલે વળાંક આવતા ઝેરી દવા પી આપધાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે તાત્કાલિક વૃધ્ધ મહિલા અને પુરૂષને સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કડી પ્રાંત કેતકી વ્યાસને અગાઉ જીલ્લા કલેકટર કચેરી ઘ્વારા જમીન કેસો ઝડપી અને પારદર્શક રીતે નિકાલ કરવા જણાવાયુ હતુ. જેમાં અનેક કેસો વચ્ચે કડી તાલુકાના અગોલ ગામના બાબુભાઇ ચમાર અને અરવિંદભાઇ પટેલ વચ્ચે જમીનનો મામલો પ્રાંત કચેરીમાં ચાલતો હતો. જેમાં સુનાવણીને અંતે પોતાને અન્યાય થયો અને જમીન લુંટાઇ ગઇ હોવાનું સમજી બાબુભાઇ ચમાર અને મહિલાએ ઝેર પી જીવન ટુંકાવી દેવા પ્રાંત કચેરી પહોંચ્યા હતા.