પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,સિધ્ધપુર: સિધ્ધપુર નગરના બ્રામ્હણીયા પોળ વિસ્તારમાં પરિવારસાથે રહેતા બ્રામ્હણ યુવાન તેજસ ધોરીના દોઢ માસના નવજાત પુત્રને તેની માતા અને દાદીએ માલીશ કરાવી ઘરના અંદરના ભાગે સૂવડાવ્યો હતો, ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો અને તેજસભાઈ તેમના પત્ની અને માતા કોઈ કામસર ઘરના ઉપરના માળે ગયા હતા, દરવાજો ખુલ્લો હોવાનું વિસરાઈ ગયું અને આમ પણ મહોલ્લાઓમાં દરવાજો ખુલ્લો હોયતો કંઈ ચિંતા હોતી નથી તે મુજબ બાળક સુતો હોઈ તેઓ ઉપર હતા તે દરમ્યાન કોઈ રખડતું કુતરં ઘરમાં આવી જઈ સૂતેલા શિશુને ઉઠાવીને જતુ રહ્યુ, અંબાવાડી માંથી ટ્યૂશન લઈને છૂટેલા વિદ્યાર્થીઓએ આ જોતા કુતરાના મોંઢામાંથી  બાળકને છોડાવી રામજીપુરામાં રહેતા એક યુવાને દોડીને બાળકને શિફા હોસ્પિટલ લઈગયો અને પરિવારને જાણ થતાં તેઓ પણ આક્રંદ સાથે ત્યાં પહોંચ્યા જ્યાં તબીબોએ બાળકને ચાઈલ્ડ સ્પેશ્યિયાલીસ્ટ પાસે લઈ જવાનું કહેતા બાળકને મહેસાણાં ખસેડાયો હતો જ્યાં ગઈકાલ સાંજે સારવાર દરમ્યાન તેણે દમ તોડ્યો હતો.

Contribute Your Support by Sharing this News: