દેશમાં બિહાર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાં ઘૂળની આંધી અને મુશળધાર વરસાદથી 20થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા. બિહારના નાલંદામાં ચાર લોકોના મોત થયા. તો ઉત્તરપ્રદેશમાં 17 લોકોના મોત થયા. તો ઉત્તરપ્રદેશમાં પણ આંધી અને વરસાદને કારણે અલગ અલગ ઘટનાઓમાં 17 લોકોનાં મોત થયા છે. દિલ્હીમાં પણ અચાનક ધૂળની આંધી ઉડી હતી. જેને કારણે દિલ્હીમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવી રહેલી 27 ઉડાનો ડાયવર્ટ કરાઈ હતી. તો ઘણા વિમાન ઉડાન ભરી શક્યા નહીં. ફ્લાઈટ ઓપરેશન્સ લગભગ 25 મિનિટ સુધી પ્રભાવિત રહ્યું હતું. ત્યાર બાદ સ્થિતિ સામાન્ય થતાં ઉડાન શરૂ કરા હતી.

સૌરાષ્ટ્ર માટે હજુ પણ ભયજનક સ્થિતિ: ખાનગી ક્લાઈમેટ એજન્સીઓ ભલે વાયુ વાવાઝોડુ ઓમાન તરફ આગળ વધી રહ્યાનો દાવો કરે. પરંતુ વાવાઝોડાની અસર હજુ સૌરાષ્ટ્ર માટે ભયજનક છે. વાયુ વાવાઝોડાનો વ્યાપ 900 કિલોમીટરનો છે. જેથી વાવાઝોડાની ગુજરાતને ચોકક્સ અસર થવાની છે..અને તે વેરી સિવિયર સ્વરૂપે હોવાના કારણે તેની અસર જોવા મળશે. આ વાવાઝોડુ બપોરના સમયે સૌરાષ્ટ્રના દરિયા કિનારાની આસપાસ પસાર થશે. ત્યારે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં ભારે પવન અને ભારેથી અતિભારે વરસાદ વરસશે. પ્રતિ કલાક 140થી 170 કિલોમીટરની ઝડપે દરિયા કાંઠે પવન ફૂંકાશે.

ભારે વરસાદનો ખતરો: અરબ સાગરમાંથી આગળ વધી રહેલા વાયુ વાવાઝોડાને લઈને ગુજરાત માટે હજુ ભયજનક સ્થિતિ છે. વાયુ વાવાઝોડાએ દિશા બદલી છે. પરંતુ અતિભારે વરસાદનો ખતરો યથાવત છે. રાજ્યમાં આગામી 48 કલાક વાવાઝોડાને લઈને એલર્ટ યથાવત છે. 26 જિલ્લામાં વરસાદ વરસી શકે છે. ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, કચ્છમાં દસ ઇંચ થી વધુ વરસાદ પડી શકે છે. વાવાઝોડાને લઈને હજુ રાજ્યમાં એક પણ વ્યક્તિનું મોત ન થયાનો સરકારે દાવો કરી રહી છે.

ગુજરાતમાં વાયુ વાવાઝોડાની અત્યાર સુધીની સ્થિતિ

 • ર૬ જિલ્લામાં થશે વરસાદની અસર
 • દસ લાખથી વધુ ફૂડ પેકેટ તૈયાર
 • પપપ૦ સગર્ભાઓને સલામત સ્થળે ખસેડાઈ
 • વાવાઝોડું વેરાવળથી ૧૧૦ કિમી સાઉથવેસ્ટ દૂર
 • વાવાઝોડુ પોરબંદરથી ૧પ૦ કિમી દૂર
 • વાયુ વાવાઝોડુ નોર્થ વેસ્ટ તરફ વધી રહ્યું છે આગળ
 • પવનની ગતિ ૧૩પ-૧૪૦ કિમી રહેશે
 • સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી
 • અમરેલી, ગીરસોમનાથ-જુનાગઢમાં અતિભારે વરસાદની આગાહી
 • હજુ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર માટે ભયજનક
 • વાયુ વાવાઝોડાનો વ્યાપ ૯૦૦ કિમીનો
 • સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારમાં ૧૦ ઈંચથી વધુ પડશે વરસાદ
 • વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર માટે હજુ ભયજનક
 • લોકોને હજુ આશ્રયસ્થાનમાં રહેવાની તંત્રની સૂચના
 • હજુ વાવાઝોડાનું એલર્ટ યથાવત: પંકજકુમાર
 • લોકોને સાવધાન રહેવાની તંત્રની સ્પષ્ટ સૂચના
 • આગામી ૪૮ કલાક હજુ એલર્ટની સ્થિતિ
 • પવનની ગતિ ૧૩પ-૧૪૦ કિમી રહેશે
 • સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી
 • અમરેલી, ગીરસોમનાથ-જુનાગઢમાં અતિભારે વરસાદની આગાહી
 • હજુ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર માટે ભયજનક
Contribute Your Support by Sharing this News: