ગરવીતાકાત(તારીખ:૧૬)

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાની નવી તારીખ જાહેર થતા જીપીએસસીએ તેમની સ્ટેટ ટેક્સ ઇન્સપેક્ટરની મુખ્ય પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. જીપીએસસીએ સ્ટેટ ટેક્સ ઇન્સપેક્ટરની પરીક્ષા 24 નવેમ્બર અને 1 ડિસેમ્બરે યોજવાની સત્તાવાર જાહેરાત કરી છે. પહેલા આ મુખ્ય પરીક્ષા 17 અને 24 નવેમ્બરે યોજાનાર હતી. પરંતુ બિનસચિવાલય ક્લાર્કની નવી પરીક્ષાની તારીખ 17 નવેમ્બર જાહેર થતાં જીપીએસસીએ તેમની પરીક્ષાની તારીખ એક અઠવાડિયું પાછી ઠેલી છે. સ્ટેટ ટેક્સ ઇન્સપેક્ટરની મુખ્ય પરીક્ષામાં કુલ 5 હજાર 225 ઉમેદવારો છે.